ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં કારમાં મોટો વિસ્ફોટ, અનેકને ઈજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel's Tel Aviv Car blast: ઈઝરાયલમાં ફેબ્રુઆરી મહિનામાં અનેક બસોમાં થયેલા વિસ્ફોટો બાદ હવે કારમાં વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલી ચેનલ 12 એ ગુરુવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ઇઝરાયલી રાજધાની તેલ અવીવમાં એક રસ્તામાં પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થતાં ઘણા લોકો ઘાયલ થયા છે. જોકે, વિસ્ફોટનું કારણ હજુ જાણી શકાયુ નથી.
આ પણ વાંચો : 'શેખ હસીનાના કારણે અમને ભારત સામે વાંધો', યુનુસે ફરી ઝેર ઓક્યું
વિસ્ફોટ સ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડ હાજર
આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના યાદ એલિયાહુ વિસ્તારમાં લા ગાર્ડિયા સ્ટ્રીટ પર થયેલા વિસ્ફોટના સ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચી ગયા છે. એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે તેલ અવીવની ઇચિલોવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
ગુનાહિત ઘટના: ઇઝરાયલ પોલીસ
ઇઝરાયલી પોલીસ હાલમા આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે, જેને તેમણે ગુનાહિત ઘટના ગણાવી છે. તેમજ હાલમાં લા ગાર્ડિયા સ્ટ્રીટનો એક ભાગ જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે.








