World

કેનેડા પણ હવે પેલેસ્ટાઈનને માન્યતા આપશે, PM કાર્નીની જાહેરાત, ઈઝરાયલ 'એકલું' પડ્યું

By GS TEAM
31 Jul 20252 mins read
TukuTouch Logo
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ જાહેરાત કરી છે કે, કેનેડા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની યોજના ધરાવે છે. તાજેતરના સમયમાં આ પ્રકારનો નિર્ણય લેનાર તે ત્રીજો G7 દેશ બન્યો છે. કાર્નીએ સ્પષ્ટતા કરી હતી કે, આ માન્યતા ચોક્કસ શરતો પર આધારિત હશે. જેમાં મુખ્યત્વે પેલેસ્ટાઇન ઓથોરિટી દ્વારા શાસનમાં મૂળભૂત સુધારા, વર્ષ 2026માં હમાસ વિના પારદર્શક સામાન્ય ચૂંટણીઓ યોજવી અને પેલેસ્ટાઇન વિસ્તારોનું નિઃશસ્ત્રીકરણ સામેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડા પણ હવે પેલેસ્ટાઈનને માન્યતા આપશે, PM કાર્નીની જાહેરાત, ઈઝરાયલ 'એકલું' પડ્યું

Israel-Palestine War: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ જાહેરાત કરી છે કે, કેનેડા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની યોજના ધરાવે છે. તાજેતરના સમયમાં આ પ્રકારનો નિર્ણય લેનાર તે ત્રીજો G7 દેશ બન્યો છે. કાર્નીએ સ્પષ્ટતા કરી હતી કે, આ માન્યતા ચોક્કસ શરતો પર આધારિત હશે. જેમાં મુખ્યત્વે પેલેસ્ટાઇન ઓથોરિટી દ્વારા શાસનમાં મૂળભૂત સુધારા, વર્ષ 2026માં હમાસ વિના પારદર્શક સામાન્ય ચૂંટણીઓ યોજવી અને પેલેસ્ટાઇન વિસ્તારોનું નિઃશસ્ત્રીકરણ સામેલ છે.  ઉલ્લેખનીય છે કે અગાઉ ફ્રાન્સ, બ્રિટન અને યુએનએસસીમાં ભારત બાદ હવે કેનેડાએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે.  

વડા પ્રધાન કાર્નીએ જણાવ્યું હતું કે, કેનેડા લાંબા સમયથી બે-રાષ્ટ્ર સમાધાન (Two-State Solution) માટે પ્રતિબદ્ધ છે. જેમાં એક સ્વતંત્ર, વ્યવહારૂ અને સાર્વભૌમ પેલેસ્ટાઇન રાજ્ય ઈઝરાયલ સાથે શાંતિ અમે સલામતીમાં સહ-અસ્તિત્વ ધરાવે છે. જોકે, આ સમાધાન હવે ઝડપથી અસ્થિર થઈ રહ્યું છે,  ખાસ કરીને હમાસની હિંસા, વેસ્ટ બેન્ક અને યરુશલમમાં ઝૂંપડપટ્ટીનો વિસ્તાર અને ગાઝામાં બગડતની માનવીય સ્થિતિ તેનું મુખ્ય કારણ છે. 

આ પણ વાંચોઃ ટ્રમ્પે ભારતના દુશ્મન સાથે કરી મોટી ઓઈલ ડીલ, કહ્યું- શું ખબર એક દિવસ ભારત એની પાસેથી ઓઇલ ખરીદે

શું કહ્યું વડાપ્રધાન કાર્નીએ?

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું કે, હમાસે 7 ઓક્ટોબર 2023ના દિવસે થયેલી હિંસક ઘટનામાં બંધકોને તાત્કાલિક મુક્ત કરવા પડશે. ભવિષ્યમાં હમાસે પેલેસ્ટાઇનના શાસનમાં કોઈ ભૂમિકા ભજવવાની નહીં રહે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેનેડા હંમેશા ઇઝરાયલના અસ્તિત્વ અને સુરક્ષાના અધિકારને સમર્થન આપશે.

કેનેડાએ પહેલાથી જ સહાય મોકલી

ગાઝામાં બગડતી પરિસ્થિતિને સુધારવા માટે કેનેડાએ પહેલાથી જ 340 ડૉલર મિલિયનથી વધુની માનવતાવાદી સહાય પૂરી પાડી છે. આમાં પેલેસ્ટાઇનના નાગરિકોને મદદ કરવા માટે 30 મિલિયન ડૉલર અને પેલેસ્ટિાઇન ઓથોરિટીને પરિસ્થિતિને સ્થિર કરવામાં મદદ કરવા માટે 10 મિલિયન ડૉલર આપવામાં આવ્યા હતા. 

આ પણ વાંચોઃ 25% ટેરિફ ઝીંકવા છતાં હજુ ભારત સાથે વાતચીત ચાલુ, પરંતુ BRICSનો સભ્ય બનવા બદલ પેનલ્ટી તો થશે : ટ્રમ્પ

બ્રિટને પણ કરી જાહેરાત

આ જાહેરાત મંગળવારે બ્રિટન દ્વારા આપવામાં આવેલા આવા જ એક નિવેદન બાદ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, બ્રિટને કહ્યું હતું કે, જો ઇઝરાયલ ગાઝામાં યુદ્ધવિરામ અને અન્ય માનવતાવાદી પરિસ્થિતિઓ માટે સંમત નહીં થાય તો તે સપ્ટેમ્બરમાં પેલેસ્ટાઇનને માન્યતા આપશે. 

139 દેશોએ આપી પેલેસ્ટાઇનને માન્યતા

ગત અઠવાડિયે ફ્રાન્સે પણ કહ્યું હતું કે, તે પેલેસ્ટાઇનને સત્તાવાર રીતે માન્યતા આપશે. વર્તમાનમાં વિશ્વના લગભગ 139 દેશ પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર રાષ્ટ્રના રૂપે માન્યતા આપી ચુક્યા છે. કેનેડાના આ પગલાંને વૈશ્વિક રાજદ્વારી પરિદૃશ્યમાં એક વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે.