World

કેનેડામાં 'ડે કેર સેન્ટર'માં કાર ઘૂસી જતાં અફરાતફરી, અનેક બાળકોને કચડ્યાં, એકનું મોત, 9 ઘાયલ

By GS TEAM
11 Sep 20252 mins read
TukuTouch Logo
કેનેડાના ઉત્તરમાં સ્થિત રિચમંડ હિલમાં 11 સપ્ટેમ્બરે એક કાર અચાનક બાલવાટિકા (ડે કેર)ની બારીને તોડીને તેની અંદર ઘૂસી ગઈ હતી. આ દરમિયાન કારે ત્યાં રમી રહેલા અનેક બાળકોને કચડ્યા હતા. આ ઘટનામાં એક બાળકનું મોત નિપજ્યુ હતું, જ્યારે 9 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બાળકોમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડામાં 'ડે કેર સેન્ટર'માં કાર ઘૂસી જતાં અફરાતફરી, અનેક બાળકોને કચડ્યાં, એકનું મોત, 9 ઘાયલ

Canada Accident: કેનેડાના ઉત્તરમાં સ્થિત રિચમંડ હિલમાં 11 સપ્ટેમ્બરે એક કાર અચાનક બાલવાટિકા (ડે કેર)ની બારીને તોડીને તેની અંદર ઘૂસી ગઈ હતી. આ દરમિયાન કારે ત્યાં રમી રહેલા અનેક બાળકોને કચડ્યા હતા. આ ઘટનામાં એક બાળકનું મોત નિપજ્યુ હતું, જ્યારે 9 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બાળકોમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.  

આ પણ વાંચોઃ એશિયાના ઘરેણાં સમાન સાવજ સંકટમાં, બે વર્ષમાં 307માંથી અધધધ 256 સિંહોના કમોત

નૉટિંઘમ ડ્રાઇવ નજીક બની ઘટના

કેનેડાની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના નોટિંઘમ ડ્રાઇવ નજીક ડે કેર સેન્ટરમાં આ ઘટના બની હતી. આ ઘટના ઓન્ટારિયોના રિચમંડ હિલમાં 'યોંગ સ્ટ્રીટ' અને 'નોટિંઘમ ડ્રાઇવ' ની ખૂબ નજીક બની હતી, જ્યારે બાળકો બાલવાટિકામાં હાજર હતા. આ ઘટનામાં એક દોઢ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. 

18 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો ઈજાગ્રસ્ત

આ અકસ્માતમાં 18 મહિનાથી ત્રણ વર્ષની વયના છ અન્ય બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ સાથે જ બાલવાટિકાના ત્રણ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ

70 વર્ષીય ડ્રાઇવરની ધરપકડ

મળતી માહિતી મુજબ, આ કેસમાં એસયુવીના 70 વર્ષીય ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. જોકે, પોલીસનું માનવું છે કે, આ ઘટના ઈરાદાપૂર્વક કરવામાં નહતી આવી પરંતુ એક ભૂલથી થયેલું કૃત્ય હતું. હાલ, સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.