For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

''ન ઘરના રહ્યા ન ઘાટના'' ઇરાન સાથે મૈત્રી કરીને પાકે. અમેરિકા અને રશિયા તેમ બંનેનો ગુસ્સો વહોરી લીધો

Updated: Apr 27th, 2024

''ન ઘરના રહ્યા ન ઘાટના'' ઇરાન સાથે મૈત્રી કરીને પાકે. અમેરિકા અને રશિયા તેમ બંનેનો ગુસ્સો વહોરી લીધો

- આર્થિક સંકટ ભોગવતાં પાકિસ્તાનને અમેરિકાની આર્થિક સહાય મળવાની સંભાવના ઘટી : રશિયા હવે ચોખા ખરીદવા તૈયાર નથી

નવી દિલ્હી : અમેરિકાના દુશ્મન દેશ ઇરાન સાથે મૈત્રી કરીને પાકિસ્તાને અમેરિકાનો ગુસ્સો વ્હોરી લીધો છે. બીજી તરફ પાકિસ્તાન પાસેથી ચોખા ખરીદનાર રશિયા પણ ગિન્નાયું છે. ઇરાન તેનું મિત્ર છે પરંતુ તે બેલાસ્ટિક મિસાઇલ્સ બનાવે તે રશિયાને બહુ પસંદ નથી. તેથી તેની સાથે વાંધો પાડવા રશિયાએ પાકિસ્તાનના ચોખાની ગુણવત્તા વિષે વાંધો ઉઠાવી, ચોખાની આયાત બંધ કરી છે. તેથી ભારે આર્થિક ભીંસ અનુભવતાં પાકિસ્તાનને હવે હુંડીયામણ (વિદેશ મુદ્રા)ની ખેંચ પડી રહી છે.

આમ ઇરાનના પ્રમુખ ઇબ્રાહીમ રાઈસીએ પાકિસ્તાનની ત્રણ દિવસની લીધેલી મુલાકાતે પાકિસ્તાનને એવું ફસાવી દીધું છે કે તેની સ્થિતિ 'ન ઘરના, ન ઘાટના' જેવી બની રહી છે.

ઇબ્રાહીમ રાઈસીની ૩ દિવસની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ૮ એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેડિંગ) થયા. તે અંગે જાણકારો કહે છે કે બંને દેશો વચ્ચે ગેસ પાઇપલાઈન નાખવા માટે કરારો થયા હતા. સાથે તેવું પણ કહેવાય છે કે, બંને દેશો વચ્ચે ગુપ ચૂપ રીતે બેલાસ્ટિક મિસાઇલ્સ બનાવવા માટે પણ સમજૂતી થઇ છે. આથી અમેરિકા ખરેખરૃં ગિન્નાયું છે.

રશિયાની વાત લઇએ તો રશિયા પાકિસ્તાન પાસેથી ચોખા ખરીદે છે. પરંતુ ચોખાની ગુણવત્તા યોગ્ય ન હોવાથી રશિયાએ ચોખા ખરીદવા બંધ કરતાં અત્યારે વિદેશી હુંડીયામણ (ડૉલર)ની ખેંચ અનુભવતાં પાકિસ્તાનને સારો એવો આર્થિક ફટકો પડયો છે. ઉલ્લેખનીય તે પણ છે કે ૨૦૧૯માં પણ આવું જ બન્યું હતું તેથી રશિયાએ ચોખા ખરીદવા બંધ કર્યા હતા. માંડ તેને સમજાવી સારી ક્વૉલિટી ચોખા આપવાનું વચન આપતાં રશિયાએ ફરી ચોખા ખરીદવા શરૂ કર્યાં. ત્યાં આ વખતે ફરી ક્વોલિટીનો પ્રશ્ન ઉભો થયો તેથી તેવો ચોખા ખરીદવા બંધ કર્યાં. પરિણામે હુંડીયામણની કટોકટી અનુભવતાં પાકિસ્તાનને મુશ્કેલી ઊભી થઇ છે.

પાકિસ્તાનને હજી સુધી પાળી પોષી પંપાળી મોટું કરનાર અમેરિકા તો પાકિસ્તાને અમેરિકાનાં બે જાની દુશ્મનો ચીન અને ઇરાન સાથે મૈત્રી સાધતાં અમેરિકા તેની ઉપર ગિન્નાય તે સહજ છે. અત્યારે તો પાકિસ્તાન ડૂબતાં અર્થતંત્રના બચાવ માટે આઈ.એમ.એફ. દ્વારા અપાયેલી લોન લાઇફ બોય સમાન છે. જો કે હજી તેને દેવાના હપ્તા ચૂકવવા માટે વધુ લોનની જરૂર છે. આઈ.એમ.એફ. ઉપર અમેરિકાનો સૌથી વધુ પ્રભાવ છે. હવે વધુ લોન મળવાની પાકિસ્તાનની આશા ઝાંઝવાંનાં જળ સમાન બની રહેવાની છે.

ઇરાનના રઇસીની મુલાકાતે પાકિસ્તાનને કેસ-૨૨માં ફસાવી દીધું છે. ઇરાન હમાસ, હૈતી, હીજબુલ વગેરેને પાળી પોષી મોટા કરે છે તે સર્વવિદિત છે.

Gujarat