Get The App

VIDEO: અકસ્માતના આ દૃશ્ય જોઈ કંપારી છૂટી જશે! પૂરપાટ દોડતી કાર હવામાં ઉછળી અને પછી..

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
Romania Speeding Car Crashes


Romania Speeding Car Crashes: રોમાનિયામાંથી એક અત્યંત ચોંકાવનારો માર્ગ અકસ્માત સામે આવ્યો છે, જ્યાં એક ફૂલ સ્પીડમાં જતી કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ હવામાં અનેક ફૂટ ઊંચે ઉછળી ગઈ હતી અને સામેની તરફથી આવતી બે કારો ઉપરથી પસાર થઈને રોડની બીજી બાજુએ જઈને પડી હતી. આ સમગ્ર ડરામણા અકસ્માતનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

મેડિકલ ઇમરજન્સીને કારણે થયો અકસ્માત

પોલીસના જણાવ્યા અનુસાર, આ ભયાનક અકસ્માતનું કારણ કાર ચલાવી રહેલા 55 વર્ષીય ડ્રાઇવરને અચાનક આવેલી મેડિકલ ઇમરજન્સી હતી. મેડિકલ ઇમરજન્સીને કારણે ડ્રાઇવરે મર્સિડીઝ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

ફૂલ સ્પીડમાં આવતી આ કાર પહેલા ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ, પછી હવામાં અનેક મીટર ઊંચે ઉછળી. કાર હવામાં ઉડતી હોય તેમ, સામેથી આવતી બે કારોની ઉપરથી પસાર થઈને રસ્તાની બીજી બાજુએ જઈને પટકાઈ.

ડ્રાઈવરને આવી સામાન્ય ઈજાઓ, સારવાર લેવાનો ઈનકાર

આટલો ભયંકર અકસ્માત થયા છતાં, પોલીસના જણાવ્યા મુજબ, એક આશ્ચર્યજનક ઘટના બની. કારના ડ્રાઇવરને માત્ર હળવી ઈજાઓ જ થઈ હતી. ડ્રાઇવરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, તેણે સારવાર લેવાનો ઇનકાર કરી દીધો અને પોતે જ ઘરે જવા રવાના થઈ ગયો હતો. CCTVમાં કેદ થયેલો આ વીડિયો જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત છે કે આટલી ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. લોકો આ ઘટનાને ચમત્કાર જ ગણાવી રહ્યા છે.

VIDEO: અકસ્માતના આ દૃશ્ય જોઈ કંપારી છૂટી જશે! પૂરપાટ દોડતી કાર હવામાં ઉછળી અને પછી.. 2 - image

Tags :