World

બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA295માં ઈમરજન્સી જાહેર, ટ્રાન્સપોન્ડર પર 7700 કોડ સેટ કર્યો

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
બ્રિટિશ એરવેઝની BA295 ફ્લાઈટ લંડનથી શિકાગો જતી વખતે આયર્લેન્ડ પર હતી ત્યારે ઈમરજન્સી જાહેર કરાઈ. 37,000 ફૂટની ઊંચાઈએથી બોઇંગ 777 વિમાન અચાનક 28,000 ફૂટ નીચે આવી ગયું અને 9,000 ફૂટ પર સ્થિર થયું. ટેકનિકલ ખામીને કારણે આ ઓપરેશનલ સમસ્યા સર્જાઈ હતી. હાલ ઈમરજન્સીના ચોક્કસ કારણની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA295માં ઈમરજન્સી જાહેર, ટ્રાન્સપોન્ડર પર 7700 કોડ સેટ કર્યો
ફાઈલ તસવીર

British Airways BA295 Emergency Descent: બ્રિટિશ એરવેઝની લંડનથી શિકાગો જઈ રહેલી ટ્રાન્સએટલાન્ટિક ફ્લાઈટ BA295 એ આયર્લેન્ડ પર ઉડાન દરમિયાન ઈમરજન્સી જાહેર કરી. અહેવાલો મુજબ, વિમાન 37,000 ફૂટની ઊંચાઈ પર ક્રૂઝ કરી રહ્યું હતું, ત્યારે જ અચાનક ઝડપથી નીચે ઊતરવા લાગ્યું.

બોઇંગ 777 વિમાન મિનિટોમાં 28,000 ફૂટ નીચે આવ્યું

એર ટ્રાફિક ટ્રેકિંગ ડેટા અનુસાર, Boeing 777-200ER વિમાન થોડી જ મિનિટોમાં લગભગ 28,000 ફૂટ નીચે ઊતરીને 9,000 ફૂટની ઊંચાઈ પર પહોંચી ગયું. આ પછી વિમાને પોતાના ટ્રાન્સપોન્ડર પર 7700 ઈમરજન્સી કોડ સેટ કર્યો.

લંડનથી શિકાગો જતી વખતે ટેકનિકલ ખામી સર્જાઈ

BA295 એ લંડનના હીથ્રો એરપોર્ટ પરથી સવારે 11:50 વાગ્યે ઉડાન ભરી હતી અને તેને શિકાગોના O’Hare International Airport જવાનું હતું. વિમાનમાં અચાનક આવેલી ઓપરેશનલ સમસ્યાને ઈમરજન્સી જાહેર કરવાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે.

image.png

ઈમરજન્સીના ચોક્કસ કારણ અંગે સત્તાવાર માહિતી બાકી

હાલમાં વિમાનની સ્થિતિ અને ઈમરજન્સીના ચોક્કસ કારણ અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

સામાન્ય કટોકટીની જાણ કરવા 7700 ઈમરજન્સી કોડનો ઉપયોગ

ફ્લાઇટમાં 7700 ઈમરજન્સી કોડ (જેને Squawk 7700 પણ કહેવામાં આવે છે) એ એક વૈશ્વિક માનક એવિએશન કોડ છે, જે પાઇલટ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને સામાન્ય કટોકટીની જાણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે પાઇલટ પ્લેનના ટ્રાન્સપોન્ડરમાં 7700 કોડ સેટ કરે છે, ત્યારે નજીકના તમામ એર ટ્રાફિક કંટ્રોલરના રડાર સ્ક્રિન પર ફ્લાઇટની આસપાસ એક વિશેષ એલર્ટ અથવા સિગ્નલ દેખાવા લાગે છે. જેનાથી ATC ને તરત જ ખબર પડે છે કે આ ફ્લાઇટને તાત્કાલિક મદદ કે પ્રાથમિકતાની જરૂર છે.

7700 કોડ ક્યારે ઉપયોગમાં લેવાય છે?

  • તકનીકી ખામી: એન્જિનમાં સમસ્યા, કેબિનમાં પ્રેશર ઘટવું (Cabin Depressurization), અથવા સિસ્ટમ ફેલિયર
  • મેડિકલ ઇમરજન્સી: વિમાનમાં રહેલા કોઈ પેસેન્જર કે ક્રૂ મેમ્બરની તબિયત ગંભીર રીતે બગડવી
  • હવામાનની સમસ્યા: ખરાબ હવામાન કે ટર્બ્યુલન્સને કારણે ફ્લાઇટનો માર્ગ તાત્કાલિક બદલવો
  • બળતણની કટોકટી: વિમાનમાં ઇંધણ ઓછું હોવું

અન્ય મહત્વના ઇમરજન્સી સ્ક્વોક કોડ્સ

  • 7500: વિમાન હાઇજેક (Hijack) થયું હોય ત્યારે
  • 7600: રેડિયો કમ્યુનિકેશન ફેલ (સંપર્ક તૂટી ગયો) થયું હોય ત્યારે
  • 7700: સામાન્ય કટોકટી / ઇમરજન્સી