હોર્મુઝમાં મોટો ખતરો ! અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી કરનાર દેશે જહાજ માલિકોને કર્યા એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Iran Conflict Qatar Advisory Shipping : અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા ભયાનક સૈન્ય સંઘર્ષની વચ્ચે મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ નાજુક બની ગઈ છે. એકતરફ બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, તો બીજી તરફ વૈશ્વિક વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ ખાડી (Strait of Hormuz) પર મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. અમેરિકા-ઈરાન ડીલમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા કતારે એક મોટી અને ગંભીર ચેતવણી જાહેર કરીને તમામ જહાજ માલિકોને આગામી સૂચના સુધી દરિયાઈ પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી રોકી દેવાની સલાહ આપી છે. આ દરમિયાન બ્રિટનની દરિયાઈ સુરક્ષા એજન્સી 'યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ' (UKMTO) એ પણ હોર્મુઝ વિસ્તારમાં સુરક્ષાના જોખમને વધારીને 'ગંભીર' (Severe) સ્તર પર મૂકી દીધું છે.
દક્ષિણ ઈરાનમાં અમેરિકી એરસ્ટ્રાઈકથી ભયનો માહોલ
દક્ષિણ ઈરાનમાં અમેરિકી સેના દ્વારા કરવામાં આવેલા ભયાનક હવાઈ હુમલા બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, રડાર સ્ટેશનો, મિસાઈલ લોન્ચર્સ અને ડ્રોન ડેપો સહિતના અનેક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. પ્રચંડ ધડાકાઓ બાદ ઈરાનના અનેક વિસ્તારોમાં ધુમાડાના વિશાળ ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. અમેરિકાનો દાવો છે કે આંતરરાષ્ટ્રીય જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં વૈશ્વિક દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ સૈન્ય એક્શન જરૂરી હતી. બીજી તરફ, ઈરાને આ તમામ આરોપોને નકારી કાઢીને અમેરિકાને ભયાનક પલટવાર કરવાની ધમકી આપી છે.
વેપારી જહાજો માટે રાહતના સમાચાર વૈશ્વિક માર્ગ હજુ પણ ચાલુ
આ ભારે તણાવ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વૈશ્વિક વેપાર અને ખાસ કરીને તેલના પરિવહન માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. ઈરાને અગાઉ આ સમગ્ર દરિયાઈ માર્ગને સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી હોવા છતાં, હોર્મુઝ સ્ટ્રેટનો દક્ષિણ તરફનો માર્ગ હજુ પણ જહાજોની અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય વેપાર ખોરવાય નહીં તે માટે ભારે સૂઝબૂઝ દાખવીને આ વૈકલ્પિક દક્ષિણી દરિયાઈ માર્ગને વધુ પહોળો (વિશાળ) કરી દીધો છે. હવે આ રસ્તો એટલો મોટો થઈ ગયો છે કે બંને દિશામાંથી આવતા-જતા વિશાળ કન્ટેનર જહાજો એકસાથે કોઈપણ અડચણ વિના પસાર થઈ શકે છે. આ વ્યવસ્થાના કારણે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ અને અન્ય જરૂરી કોમર્શિયલ સામાનનો સપ્લાય અટક્યા વગર પોતાની મંજિલ સુધી પહોંચી રહ્યો છે.









