World

મોટો ખુલાસો : ઈલોન મસ્કના સ્ટારલિંકની મદદથી ઈરાને અમેરિકા-ઈઝરાયલ પર ડ્રોન હુમલા કર્યા હતા

By GS Team
29 Nov 20262 mins read
TukuTouch Logo
મધ્ય પૂર્વમાં યુદ્ધના પ્રારંભે ઈરાને અમેરિકન દળો વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી માટે ઈલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ કર્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. માર્ચની શરૂઆતમાં અમેરિકા-ઇઝરાયલના ઇરાન પરના હુમલા બાદ, તેહરાને અમેરિકી સૈન્ય મથકો પર વળતો પ્રહાર કર્યો ત્યારે આ હકીકત સામે આવી. એક ગુપ્ત 'યુદ્ધ અહેવાલ' મુજબ, ઇરાને કમાન્ડ-કંટ્રોલ અને ડ્રોન ઓપરેશનની દેખરેખ માટે સ્ટારલિંકનો ઉપયોગ કર્યો હતો. જોકે, પેન્ટાગોને આ અંગે અજાણ હોવાનો દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોટો ખુલાસો : ઈલોન મસ્કના સ્ટારલિંકની મદદથી ઈરાને અમેરિકા-ઈઝરાયલ પર ડ્રોન હુમલા કર્યા હતા
AI IMAGE

Starlink Satellite Internet Iran Attack News : મધ્ય પૂર્વમાં યુદ્ધના શરૂઆતના દિવસોમાં ઈરાને અમેરિકન દળો વિરુદ્ધ લશ્કરી ઓપરેશન ચલાવવા માટે ઈલોન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા 'સ્ટારલિંક'નો ઉપયોગ કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એક અહેવાલ પ્રમાણે, માર્ચ મહિનાની શરૂઆતમાં જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા અને તેહરાને અમેરિકી સૈન્ય મથકો પર વળતો પ્રહાર કર્યો ત્યારે આ હકીકત સામે આવી હતી.

અમેરિકન સંરક્ષણ સચિવને સુપરત કરાયેલ અહેવાલમાં સ્ટારલિંકના ઉપયોગની બાબતનો ઉલ્લેખ

અહેવાલમાં જણાવાયું છે કે, ઉનાળા દરમિયાન અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથને સુપરત કરવામાં આવેલા એક અત્યંત ગુપ્ત 'યુદ્ધ અહેવાલ' માં આ બાબતનો ઉલ્લેખ હતો. ઈરાને કમાન્ડ એન્ડ કંટ્રોલ તેમજ ડ્રોન ઓપરેશનની દેખરેખ રાખવા માટે સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવાનો સહારો લીધો હતો.

પેન્ટાગોનના પ્રવક્તાનો આવા કોઈ અહેવાલની જાણકારી ન હોવાનો દાવો

જોકે, પેન્ટાગોનના પ્રવક્તા કિંગ્સલે વિલ્સને આ મુદ્દે હાથ ઊંચા કરતા જણાવ્યું કે, સંરક્ષણ વિભાગને યુએસ સેન્ટ્રલ કમાન્ડ તરફથી સંરક્ષણ સચિવની ઓફિસને મોકલાયેલા આવા કોઈ અહેવાલની જાણકારી નથી. તેમણે ઈરાને સ્ટારલિંકનો ઉપયોગ કર્યો હતો કે કેમ તે અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.

ઈરાનના ડ્રોન હુમલામાં 6 અમેરિકન સૈનિકોના મોત

ઉલ્લેખનીય છે કે, ગત 1 માર્ચે કુવૈતના પોર્ટ શુઆઈબા સ્થિત એક લશ્કરી છાવણી પર ઈરાને કરેલા ડ્રોન હુમલામાં 6 અમેરિકન સૈનિકોના મોત નિપજ્યા હતા. આ હુમલામાં સ્ટારલિંકનો ઉપયોગ થયો હતો કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી અને પેન્ટાગોને પણ પોતાની તપાસના પરિણામો જાહેર કર્યા નથી.

અમેરિકન સૈન્ય દ્વારા 'સ્ટારશીલ્ડ'ના ઉપયોગથી ઈલોન મસ્ક નારાજ

બીજી તરફ, અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે, અમેરિકન સેનાએ જમીની ઉપયોગ માટેના સબસ્ક્રિપ્શન હેઠળ ડ્રોન ઓપરેશન માટે સ્પેસએક્સની લશ્કરી સેટેલાઈટ સેવા 'સ્ટારશીલ્ડ'નો ઉપયોગ કર્યો હોવાથી ઈલોન મસ્ક ભારે નારાજ હતા.

ઈરાનની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના મંત્રીઓ સુરક્ષિત લશ્કરી આવાસોમાં ખસેડાયા

આ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પ પ્રશાસનના અંદાજે 6 કેબિનેટ સભ્યો વોશિંગ્ટન ડીસીમાં આવેલા અત્યંત સુરક્ષિત સૈન્ય આવાસોમાં રહેવા જતા રહ્યા છે. દેશમાં વધી રહેલી આંતરિક રાજકીય હિંસા અને વિદેશી દુશ્મનો, ખાસ કરીને ઈરાન તરફથી મળી રહેલી સીધી ધમકીઓને પગલે આ અસાધારણ પગલું ભરવામાં આવ્યું છે. એક અહેવાલ અનુસાર, ટ્રમ્પ સરકારના અન્ય કેટલાક વરિષ્ઠ અધિકારીઓને પણ સુરક્ષાના કારણોસર આવા લશ્કરી મથકોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.