World

ચીનમાં જિનપિંગ-ટ્રમ્પ-પુતિન વચ્ચે મોટી બેઠક, અમેરિકન પ્રમુખે યુક્રેન અને ઈરાન મુદ્દે કરી ખૂલીને ચર્ચા

By GS Team
19 Nov 20262 mins read
TukuTouch Logo
ચીનના શેનઝેન શહેરમાં APEC સમિટ યોજાઈ. જેમાં ચીનના શી જિનપિંગ, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના વ્લાદિમીર પુતિન મળ્યા. પરમાણુ હથિયારો, ઈરાન અને યુક્રેન સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ. વિશ્વશાંતિ માટે 3 મહાશક્તિઓએ સાથે કામ કરવા પર ભાર મૂક્યો. યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા આશા વ્યક્ત કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનમાં જિનપિંગ-ટ્રમ્પ-પુતિન વચ્ચે મોટી બેઠક, અમેરિકન પ્રમુખે યુક્રેન અને ઈરાન મુદ્દે કરી ખૂલીને ચર્ચા

China US Russia APEC Summit: ચીનના શેનઝેન શહેરમાં વિશ્વની 3 મહાશક્તિઓના નેતાઓ ભેગા થયા છે. ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં પરમાણુ હથિયારો, ઈરાન અને યુક્રેન સહિતના મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.

વૈશ્વિક પડકારોનો સામનો કરવા ત્રણ દેશો સાથે મળીને કામ કરે

33મી APEC સમિટની શરૂઆતમાં ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગે કહ્યું કે-

જ્યારે મોટી શક્તિઓ પરસ્પર તાલમેલથી રહે છે, ત્યારે દુનિયામાં શાંતિ રહે છે. મુશ્કેલ સમય જ વાસ્તવિક જવાબદારી સામે લાવે છે. વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે 3 દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ.

પરમાણુ મુદ્દે ચર્ચા માટે ત્રણેય દેશો પાસે વિશેષ તક

ત્રિપક્ષીય શિખર બેઠકની શરૂઆતમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે-

પરમાણુ હથિયારો અંગે ચર્ચા કરવા માટે ત્રણેય દેશો એક વિશેષ સ્થિતિમાં છે. ઘણીવાર એવું બનતું હતું કે જૂના નેતાઓ એવા લોકો સાથે વાત કરવાનું ટાળતા હતા, જેમની સાથે તેમના મતભેદ હોય. તકો નકારીને ક્યારેય શાંતિ સ્થાપિત થઈ શકે નહીં. દુનિયા પર અસર કરતા પ્રશ્નો ઉકેલવાની આપણી મોટી જવાબદારી છે.

યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં આશા વ્યક્ત કરી

યુક્રેન અંગે ટ્રમ્પે કહ્યું કે, 'મને લાગે છે કે કંઈક થઈ રહ્યું છે. પુતિન અને અમે આશા રાખીએ છીએ કે બીજી બાજુના લોકો પણ યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ઈચ્છશે. આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ (ICC) બેકાબૂ થઈ ગઈ છે. આ બાબતે બધા સહમત છે.'

ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે સહકાર જરૂરી ગણાવ્યો

ઈરાન અંગે ટ્રમ્પે દાવો કર્યો કે-'દુનિયાના અન્ય દેશોમાં પરમાણુ હથિયારોના પ્રસારના જોખમનો સામનો કરવા માટે આપણો સહકાર ખૂબ જરૂરી છે. ઈરાનના મામલે પણ આપણે આવું જ કરી રહ્યા છીએ. એકવાર પરમાણુ હથિયારો હાથમાં આવી જાય, તો તેને છોડી દેવું ખૂબ મુશ્કેલ બને છે. જીવન આ રીતે જ ચાલે છે. ઘણીવાર જૂના નેતાઓ એવા દેશો સાથે વાત કરવાનું ટાળતા હતા, જેમની સાથે તેમના મતભેદ હોય. આપણો અભિગમ તેનાથી બિલકુલ વિપરીત છે.'

વિશ્વની ત્રણ મહાશક્તિઓની શાંતિ જાળવવાની સંયુક્ત જવાબદારી

'દુનિયાના 3 સૌથી મોટા દેશોના રાષ્ટ્ર પ્રમુખ તરીકે, આપણી વિશેષ જવાબદારી છે કે આપણે એવા મુદ્દાઓ પર ખુલ્લી, સન્માનજનક અને અર્થપૂર્ણ વાતચીત ચાલુ રાખીએ, જેની અસર માત્ર આપણા નાગરિકો પર જ નહીં, પરંતુ સમગ્ર દુનિયા પર પડે છે.'

યુક્રેન સહિત પ્રાદેશિક સંઘર્ષો ઉકેલવામાં સમાન હિત

બેઠકમાં રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને ટ્રમ્પ અને જિનપિંગને કહ્યું કે-

પ્રાદેશિક સંઘર્ષો ઉકેલવામાં આપણા દેશોના ઘણા સમાન હિતો છે, જેમાં યુક્રેનનો સંઘર્ષ પણ સામેલ છે. આંતરરાષ્ટ્રીય કાયદાની વ્યવસ્થાને જાળવી રાખવી અને તેને મજબૂત બનાવવી એ આપણી જવાબદારી છે. રશિયા, ચીન અને અમેરિકા આ 3 દેશો બીજા વિશ્વયુદ્ધના વિજેતા છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની આપણી સંયુક્ત જવાબદારી છે.