સરકારનો મોટો નિર્ણય, હવે અમેરિકાથી આ વસ્તુ ખરીદશે ભારત, કમાણીનો નવો રસ્તો પણ ખુલશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Records $232 Billion Export In Q1 : નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1)માં ભારતની નિકાસે (Export) એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ એપ્રિલ થી જૂન 2026 વચ્ચે દેશની કુલ નિકાસ (ગુડ્સ અને સર્વિસીસ મળીને) $232.73 બિલિયન (Billion) રહી છે, જે કોઈપણ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરનો સૌથી મોટો આંકડો છે. ગયા વર્ષે આ સમયગાળામાં તે $208.98 બિલિયન (Billion) હતો, એટલે કે તેમાં 11.37% નો વધારો થયો છે. એકલા જૂન 2026માં કુલ નિકાસ $73.45 બિલિયન (Billion) રહી છે.
અમેરિકા પાસેથી એનર્જી ખરીદી વધારશે ભારત
પશ્ચિમ એશિયા (Middle East)માં ચાલી રહેલા તણાવ અને સપ્લાયની અનિશ્ચિતતા વચ્ચે ભારતે મોટો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. વાણિજ્ય સચિવે જણાવ્યું કે, ભારત પોતાના એનર્જી બાસ્કેટમાં વિવિધતા લાવવા માટે હવે અમેરિકા (U.S.) પાસેથી એનર્જી ઇમ્પોર્ટ (Energy Import) વધારી રહ્યું છે. ભારત હવે કાચા તેલ અને ગેસ માટે માત્ર ગણતરીના દેશો પર નિર્ભર રહેવા માંગતું નથી. આ ત્રિમાસિક ગાળામાં અમેરિકાથી આયાત 24% વધીને $13.45 બિલિયન (Billion) થી $16.65 બિલિયન (Billion) પર પહોંચી ગઈ છે. નિકાસના મામલે પણ અમેરિકા ભારતનું સૌથી મોટું બજાર રહ્યું છે, જ્યાં ભારતે $25.47 બિલિયન (Billion) નો માલ વેચ્યો છે.
આયાત વધતા વ્યાપાર ખાધમાં ઉછાળો - ચીનથી રેકોર્ડ આયાત
નિકાસમાં રેકોર્ડ હોવા છતાં આયાતની (Import) ગતિ વધુ તેજ રહી છે. એપ્રિલ-જૂન 2026માં કુલ આયાત 17.55% વધીને $270.15 બિલિયન (Billion) પર પહોંચી ગઈ છે, જેના કારણે કુલ વ્યાપાર ખાધ (Trade Deficit) અંદાજે $37.4 બિલિયન (Billion) થઈ છે. આયાત વધવાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ $60.62 બિલિયન (Billion) તેમજ ઇલેક્ટ્રોનિક સામાન $38.46 બિલિયન (Billion) રહ્યા છે.
આયાતના મામલે ચીન સૌથી મોખરે છે. ચીનથી આયાત વધીને $38.04 બિલિયન (Billion) થઈ છે, જ્યારે ભારતે ચીનને માત્ર $5.60 બિલિયન (Billion) નો સામાન નિકાસ કર્યો છે. એટલે કે એકલા ચીન સાથે ભારતને $32.4 બિલિયન (Billion) ની વ્યાપાર ખાધ છે, જે કુલ ખાધના લગભગ બરાબર છે. આ મામલામાં રશિયા $25.60 બિલિયન (Billion) ની આયાત સાથે બીજા નંબરે છે, જેમાં મોટો હિસ્સો કાચા તેલનો છે.
FTA મોરચે પણ તેજી
ભારત અને ઓમાન વચ્ચેનો CEPA કરાર 1 જૂન 2026 થી લાગુ થઈ ચૂક્યો છે. જ્યારે ભારત અને બ્રિટન (UK) વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026 થી લાગુ થવા જઈ રહ્યો છે, જેનાથી આગામી સમયમાં બ્રિટન તરફ નિકાસ વધવાની આશા છે.









