World

ટ્રમ્પને મોટો ઝટકો, કટ્ટરવિરોધી લૂલા ડી સિલ્વા બ્રાઝીલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ફરી જીતી ગયા

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
બ્રાઝિલમાં રોમાંચક રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. દિગ્ગજ ડાબેરી નેતા લુઈઝ ઇનાસિયો લૂલા ડી સિલ્વાએ તેમના કટ્ટરપંથી પ્રતિસ્પર્ધી ફ્લેવિયો બોલ્સોનારોને હરાવી ચોથી વખત રાષ્ટ્રપતિ પદ સંભાળશે. 80 વર્ષીય લૂલા ડી સિલ્વાએ 44 લાખ મતોની ઐતિહાસિક લીડ મેળવી. તેમની જીત લેટિન અમેરિકાની રાજનીતિ માટે પણ મહત્વની છે. લૂલાએ કહ્યું, "બ્રાઝિલ કોઈના પ્રભાવ ક્ષેત્રમાં નહીં રહે."

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પને મોટો ઝટકો, કટ્ટરવિરોધી લૂલા ડી સિલ્વા બ્રાઝીલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ફરી જીતી ગયા

Brazil President : બ્રાઝિલમાં અત્યંત રોમાંચક રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. દેશના દિગ્ગજ ડાબેરી નેતા લુઈઝ ઇનાસિયો લૂલા ડી સિલ્વાએ રાષ્ટ્રપતિ ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મુકાબલામાં પોતાના કટ્ટરપંથી પ્રતિસ્પર્ધી ફ્લેવિયો બોલ્સોનારોને હરાવી દીધા છે. આ શાનદાર જીત સાથે જ 80 વર્ષીય લૂલા ડી સિલ્વા બ્રાઝિલમાં ચોથી વખત રાષ્ટ્રપતિ પદ સંભાળવા જઈ રહ્યા છે. તેમનો આ નવો કાર્યકાળ આગામી 5 જાન્યુઆરી 2027 થી શરૂ થશે.

44 લાખ મતોની લીડથી મેળવી ઐતિહાસિક જીત

ચૂંટણી પંચ દ્વારા 100 ટકા મતગણતરી પૂરી થયા બાદ લૂલા ડી સિલ્વાની વિધિવત જીતની જાહેરાત કરવામાં આવી હતી. લૂલાએ પોતાના પ્રતિસ્પર્ધી ફ્લેવિયો બોલ્સોનારો સામે આશરે 44 લાખ મતોની અજેય સરસાઈ મેળવી હતી. જોકે, આ પરાજય બાદ બોલ્સોનારો કોઈ કાનૂની પગલાં ભરે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ જીત માત્ર બ્રાઝિલ પૂરતી સીમિત નથી, પરંતુ લેટિન અમેરિકાની રાજનીતિ માટે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. હાલના સમયમાં જ્યારે લેટિન અમેરિકામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક અને દક્ષિણપંથી નેતાઓ જીતી રહ્યા છે, ત્યારે લૂલાની આ વામ-મધ્ય માર્ગી જીત એકમાત્ર મોટો અપવાદ બનીને સામે આવી છે.

'બ્રાઝિલ કોઈના પ્રભાવ ક્ષેત્રમાં નથી' - લૂલા ડી સિલ્વા

વિજયી થયા બાદ પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ લૂલા ડી સિલ્વાએ ખૂબ જ કડક અને સ્પષ્ટ અંદાજમાં કહ્યું હતું કે, "બ્રાઝિલ ક્યારેય પણ કોઈના પ્રભાવ ક્ષેત્રમાં નહીં રહે." સાથે જ તેમણે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "અમે ડિજિટલ પ્લેટફોર્મ્સના માધ્યમથી થતી વિદેશી દખલગીરીને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધી છે."