‘...તો અમે યુદ્ધ બંધ કરી નાખીશું’ નેતન્યાહૂએ ગાઝામાં સંકટ ટાળવા માટે પાંચ શરતો મૂકી
Israel Gaza Plan : ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઈમરજન્સી બેઠક પહેલા ગાઝાના ભવિષ્યને લઈને પોતાનો પ્લાન રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ ‘જુઠ્ઠાણાનો પર્દાફાશ‘ કરશે અને ‘સત્ય’ જણાવશે. આ સાથે તેમણે ગાઝાને હમાસની મુક્તિમાંથી છોડાવવા અને ગાઝાને રાહત આપતો પાંચ મુદ્દાનો પ્લાન રજૂ કર્યો છે.
ગાઝામાં હમાસના હજારો આતંકવાદીઓ
નેતન્યાહુએ દાવો કર્યો કે, ‘ગાઝામાં હજુ પણ હજારો હથિયારધારી હમાસ આતંકવાદીઓ છે, જેનો ઉદ્દેશ્ય ઈઝરાયેલનો નાશ કરવાનો છે. ગાઝાના લોકો પોતે હમાસથી મુક્તિ ઈચ્છે છે. જો ગાઝા શરણાગતિ સ્વીકારે અને તમામ બંધકોને મુક્ત કરે તો જ યુદ્ધનો અંત આવી શકે છે.
નેતન્યાહૂએ પાંચ શરતો રજૂ કરી
- ઈઝરાયેલ ગાઝા પર કબ્જો નહીં કરે, પરંતુ તેને હમાસના શાસનમાંથી મુક્ત કરશે.
- ગાઝામાં ઈઝરાયેલનું સર્વોચ્ચ સુરક્ષા નિયંત્રણ રહેશે, જેથી ભવિષ્યમાં હુમલાઓ અટકાવી શકાય.
- હુમલાઓને રોકવા માટે બોર્ડર પર એક સુરક્ષા ઝોન બનાવવામાં આવશે.
- ગાઝામાં એક નાગરિક પ્રશાસન બનશે જે ઈઝરાયેલ સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવશે.
- તમામ બંધકોની મુક્તિ અને હમાસનું શરણાગતિ એ આ યોજના માટે અનિવાર્ય શરતો છે.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાનનું નૌકાદળ અરબ સાગરમાં આવશે સામસામે, દરિયામાં સંભળાશે તોપોનો અવાજ
ભૂખમરીના આરોપોનો અસ્વીકાર
નેતન્યાહુએ ગાઝામાં ભૂખમરીના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું કે, ‘જો ઈઝરાયેલની નીતિ ભૂખમરો ઉભી કરવાની હોત તો બે વર્ષ સુધી ચાલેલી યુદ્ધમાં અત્યાર સુધી ગાઝામાં એક પણ વ્યક્તિ જીવતો ન હતો. હમાસના શરણાગતિનો ઈનકાર કરવાને કારણે ઈઝરાયેલ પાસે હમાસને સંપૂર્ણપણે હરાવવા સિવાય કોઈ વિકલ્પ નથી.’
આ પણ વાંચો : વિદેશમંત્રી બનવાના હતા તે નેતાની અચાનક ધરપકડ, ચીનમાં મોટી રાજકીય ઉથલપાથલ