Get The App

ગાઝામાં એક જ દિવસમાં ઈઝરાયલના 150થી વધુ હુમલા, અત્યાર સુધી 4 લાખ લોકોનું પલાયન

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
ગાઝામાં એક જ દિવસમાં ઈઝરાયલના 150થી વધુ હુમલા, અત્યાર સુધી 4 લાખ લોકોનું પલાયન 1 - image
Image Source - Israel Defense Forces Facebook

Israel Attack On Gaza : ઈઝરાયલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ વધુ ભયાનક બન્યું છે. ઈઝરાયલી સેના દ્વારા ગાઝા પટ્ટી પર સતત ખતરનાક હુમલાઓ થઈ રહ્યા છે. મંગળવાર અને બુધવારે ઈઝરાયલે 50 હુમલા કર્યા છે અને છેલ્લા એક દિવસમાં કુલ 150થી વધુ સ્થળોને ટાર્ગેટ બનાવ્યા છે. હુમલાઓના કારણે ગાઝાના નાગરિકોમાં ભારે દહેશત ફેલાઈ છે અને અત્યાર સુધીમાં લગભગ ચાર લાખ લોકો પલાયન થયા હોવાના અહેવાલ છે.

ગાઝામાં 150 સ્થળો પર હુમલા

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સેસના કહ્યું કે, છેલ્લા બે દિવસમાં ગાઝામાં 150 ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. અહીં હમાસના ઠેકાણાઓ, ટનલો અને અન્ય માળખાકીય સુવિધાઓને ટાર્ગેટ કરાયા છે. અમારી સેના અહીં સતત હુમલાઓ કરીને આતંકવાદીઓનો ખાતમો બોલાવી રહ્યા છે. જો હમાસને ખતમ કરવું હોય તો ગાઝાને ટાર્ગેટ કરવું જ પડશે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે કહ્યું કે, સેના બંધકોની મુક્તિ અને હમાસને ખતમ કરવા માટે પૂર્ણ તાકાતથી લડી રહી છે. જ્યાં સુધી અમારું લક્ષ્ય પાર નહીં પડે ત્યાં સુધી સેના પીછેહટ નહીં કરે.

આ પણ વાંચો : ભારત અમેરિકા પાસેથી ખરીદશે 6 ‘P-8I એરક્રાફ્ટ’, દિલ્હીમાં બેઠક શરૂ, જાણો ખાસિયત

ગાઝામાં રહેતા લોકો પાસે 48 કલાકનો સમય

વધતા હુમલાઓને કારણે ગાઝામાં માનવીય સંકટ ઊભું થયું છે. લગભગ 40 ટકા વસ્તીએ પોતાના ઘર છોડી દીધા છે. ઈઝરાયલે ગાઝા છોડવા માગતા લોકો માટે કામચલાઉ ધોરણે અલ-દીન સ્ટ્રીટનો રસ્તો ખોલી દીધો છે. આ માર્ગ દ્વારા લોકો આગામી 48 કલાક સુધી ગાઝા શહેરની બહાર નીકળી શકશે.

ઈઝરાયલી સેનાની ગાઝામાં એન્ટ્રી

આંતરરાષ્ટ્રીય સ્તરે ગાઝામાં હુમલાઓની ભારે ટીકા છતાં ઈઝરાયેલ ત્યાં સતત હુમલાઓ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, ઈઝરાયલી સેના ગાઝામાં ધીમે ધીમે આગળ વધી રહી છે. ઈઝરાયલી વાયુસેનાએ પણ કહ્યું કે, તેણે છેલ્લા 24 કલાકમાં 140થી વધુ સ્થળોને ટાર્ગેટ કર્યા છે.

Tags :