World

બેન્ક ઓફ જાપાને વ્યાજદર સવા ટકો વધારતા 31 વર્ષનો રેકોર્ડ તુટયો

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
જાપાનની સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ જાપાને શુક્રવારે મુખ્ય વ્યાજ દર 1% થી વધારીને 1.25% કર્યો છે. 1995 પછી આ સૌથી ઊંચો દર છે. નબળો યેન, વધતી મોંઘવારી અને મોંઘી ઊર્જાને કારણે અર્થતંત્ર પર દબાણ વધતા ટોકિયોમાં આ નિર્ણય લેવાયો. છેલ્લા અઢી વર્ષમાં છઠ્ઠી વખત વ્યાજ દરમાં વૃદ્ધિ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેન્ક ઓફ જાપાને વ્યાજદર સવા ટકો વધારતા 31 વર્ષનો રેકોર્ડ તુટયો

ટોકિયો : જાપાનની સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ જાપાને શુક્રવારે પોતાનો મુખ્ય વ્યાજ દર એક ટકાથી વધારીને ૧.૨૫ ટકો કરી નાખ્યો. આ દર ૧૯૯૫ પછી તેના સૌથી ઊંચા સ્તરે છે.
બેન્કએ આ પગલુ એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે નબળા યેન, વધતી મોંઘવારી, મોંઘી ઊર્જાએ જાપાનની અર્થવ્યવસ્થા પર દબાણ વધાર્યું છે.
ઈરાન યુદ્ધ અને હોર્મુઝ ખાડીમાંથી તેલ-ગેસ આપૂર્તિ પ્રભાવિત થવાને કારણે વૈશ્વિક ઊર્જાની કિંમતો વધી છે. જાપાન પોતાની ઊર્જા જરૂરીયાતો માટે આયાત પર મોટા પ્રમાણમાં નિર્ભર હોવાથી મોંઘા તેલ અને ગેસને કારણે આયાતનો ખર્ચ વધી રહ્યો છે. તેની સીધી અસર ઘરેલુ કિંમતો અને સામાન્ય નાગરિકોના ખર્ચ પર પણ પડી શકે છે.
જાપાન લાંબા સમયથી અત્યંત ઓછા, ક્યારેક તો નકારાત્મક વ્યાજ દરના સમયમાં રહ્યું હતું. ૨૦૨૪માં વ્યાજ દર માઈનસ ૦.૧ ટકા હતો. તેના પછી બેન્કે ધીમે-ધીમે દર વધાર્યા અને છેલ્લા અઢી વર્ષોમાં છ વાર વૃદ્ધિ કરી. ઓગસ્ટમાં મુખ્ય મોંઘવારી દર જુલાઈના ૧.૮ ટકાથી ઘટીને ૧.૭ ટકા થઈ, છતાં તે બેન્કના બે ટકા લક્ષ્યની નજીક રહેલી છે.
નબળો યેન પણ જાપાન માટે ચિંતાનો વિષય છે. ઓગસ્ટમાં યેન ૪૦ વર્ષના નીચલા સ્તર સુધી પહોંચી ગયો હતો, જેના પછી જાપાન અને અમેરિકાએ બજારમાં હસ્તક્ષેપ કરવો પડયો. અમેરિકા અને યુરોપની સેન્ટ્રલ બેન્કોએ પણ ઊર્જા કિંમતો અને મોંઘવારીના દબાણ વચ્ચે દર વધાર્યા છે. હવે ધ્યાન એ વાત પર છે કે બેન્ક ઓફ જાપાન ૧.૨૫ ટકા પર અટકશે કે હજી દરમાં વધારો કરશે.