World

બાંગ્લાદેશના આતંકી : અમેરિકી એરપોર્ટ પર મોહમ્મદ યુનુસની ફજેતી : સેંકડો લોકો પાછળ પડયા

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશના પૂર્વ સલાહકાર મોહમ્મદ યુનુસ અમેરિકાના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર ઉતરતા જ લોકોએ તેમને 'આતંકી' કહી વિરોધ કર્યો. યુનુસ પર હિન્દુઓ પર અત્યાચાર અને ભારત સાથે સંબંધો બગાડવાનો આરોપ છે. તેમના કાર્યકાળમાં સેંકડો હિન્દુઓની હત્યા થઈ હતી. હવે નવા વડાપ્રધાન તારિક રહેમાન ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશના આતંકી : અમેરિકી એરપોર્ટ પર મોહમ્મદ યુનુસની ફજેતી : સેંકડો લોકો પાછળ પડયા
  • મતભેદો છતાં ભારત સાથે સંબંધો સુધારવા તારિક તૈયાર
  • બાંગ્લાદેશની પૂર્વ અંતરિમ સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સેંકડો લોકોએ તેમનું 'આતંકી' કહી સ્વાગત કર્યું

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના કાર્યકાળમાં હિન્દુઓ ઉપર જે રીતે અત્યાચારો ગુજારવામાં આવ્યા, તે કોઈથી છાની વાત નથી. બાંગ્લાદેશની અંતરિમ સરકારના સલાહકાર પદે રહેલા મોહમ્મદ યુનુસે ભારત સાથે પણ સંબંધો બગાડયા હતા. તેમના કાર્યકાળમાં જ સેંકડો હિન્દુઓની હત્યા કરવાાં આવી હતી. હવે તેને તેનું પરિણામ ભોગવવું પડે છે.
યુનુસ જ્યારે અમેરિકાના જહોન એફ કેનેડી વિમાનગૃહે ઉતર્યા ત્યારે તેઓને વ્હીલ ચેરમાં બેસાડવામાં આવ્યા હતા અને રોડ ઉપર ઊભેલી તેમને લઇ જનાર મોટર સુધી પહોંચ્યા દરમિયાન સેંકડો લોકોએ તેઓને ઘેરી લીધા હતા. તેમાં અમેરિકનો પણ સામેલ હતા. તેઓ તેમ કહેતા વીડીયોમાં દેખાય છે કે, બાંગ્લાદેશના 'આતંકી' તમારા દેશમાં પાછા ચાલ્યા જાવ, અહીં તમારૃં શું કામ છે ? તેમને લઇને વ્હીલચેર આગળ આવી ત્યારે પોલીસે તેમની સલામતીની વ્યવસ્થા સંભાળી લીધી હતી. નહીં તો તેમની ઉપર હુમલો તો થાત જ.
તે સર્વવિદિત છે કે બાંગ્લાદેશમાં પાકિસ્તાન પ્રેરિત રમખાણકારોએ કરેલા રમખાણો પછી તે સમયનાં વડાપ્રધાન શેખ હસીના પોતાનું પદ છોડી ભારત પહોંચી ગયાં. તેમના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશની તારિક રહેમાનની સરકાર ભારતને વારંવાર કહી રહી છે. પરંતુ ભારત તરફથી તેનો કોઈ જવાબ પણ અપાતો નથી.
ગયા મહિને બાંગ્લાદેશનાં ધાન મંડી નામક નગરમાં બાંગ્લાદેશને પાકિસ્તાનથી સ્વતંત્ર કરનાર શેખ મુઝીબ-ઉર- રહેમાનની પ્રતિમા તોડાવવા પાછળ યુનુસનો દોરીસંચાર હતો, તે હવે સ્પષ્ટ થઈ ગયું છે.
પોતાના ટુંકા કાર્યકાળ દરમિયાન તેમણે ભારત સાથે સંબંધો બગાડી નાખ્યા. તેઓ ખુલ્લે આમ ચીન તરફી રહ્યા અને ચીનને ચિતેગોંગ પાસે નૌકા-મથક બાંધવા પરવાનગી આપી. તે ઉપરાંત ત્યાં ચીનને સૈનિક છાવણી રચવા તથા યુધ્ધ વિમાન મથક રચવા પણ છૂટ આપી. તેઓ ચીનની મુલાકાતે પણ ગયા. તેમના કાર્યકાળમાં જ હિન્દુ-સન્યાસી ચિન્મય કૃષ્ણદાસને રાજદ્રોહના આરોપસર બંદીવાન બનાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત, અનેક હિન્દુઓને ખાસ કરીને હિન્દુ અગ્રણીઓની અને વ્યાપારીઓની તથા હિન્દુ ઉદ્યોગપતિઓની હત્યા કરવામાં આવી હતી.
ભારતે હિન્દુઓની હત્યા અંગે વિરોધ પણ દર્શાવ્યો હતો. નેપાળના નેતાઓએ પણ તે અંગે સખત વિરોધ નોંધાવ્યો હતો. અનેક હિન્દુ મંદિરો પણ તોડી પાડવામાં આવ્યા હતા. ભારત સાથેનો વ્યાપાર લગભગ સ્થગિત થઈ ગયો હતો. બીજી તરફ બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગ, તૈયાર કપડાનો ઉદ્યોગ જે મોટેભાગે હિન્દુઓના હાથમાં હતા. પરંતુ તે છોડી તેઓ ભારત ચાલ્યા જતાં ઔદ્યોગિક ઉત્પાદનને માર પડયો તેમજ વ્યાપારમાં પણ માર પડયો. તેથી નવા વડાપ્રધાન તારિક રહેમાન શેખ હસીનાનાં પ્રત્યાર્પણ અને તિસ્તા નદીના જળની વહેંચણી અંગે મતભેદો હોવા છતાં ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર થયા છે. તેઓ ભારતની મુલાકાત લેવા પણ વિચારી રહ્યા છે.