‘90,000 સૈનિકોના પેન્ટ આજે પણ લટકેલા છે’ પાકિસ્તાની સેના પ્રમુખની ધમકીનો બલૂચ નેતાએ આપ્યો જવાબ
Balochistan Leader Akhtar Mengal And Pakistan General Asim Munir : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભયભીત થયેલી પાકિસ્તાન સરકાર માત્ર યુદ્ધથી જ નહીં આંતરીક ડખાંઓથી પણ ટેન્શનમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરે એક કાર્યક્રમમાં બલોચ અલતાવાદીઓને ધમકવતા શબ્દો બોલ્યા હતા, જેના બલુચ નેતાઓએ જડબાતોડ જવાબ આપ્યો છે.
મુનીરની ધમકીનો બલૂચ નેતાએ આપ્યો જડબાતોડ જવાબ
ઈસ્લામાબાદ પ્રવાસી પાકિસ્તાનીઓનો એક કાર્યક્રમ પાકિસ્તાન સેના પ્રમુખ ધમકીભર્યા સ્વરમાં બોલ્યા હતા કે, ‘બલૂચિસ્તાન પાકિસ્તાનના માથાની ઝુમ્મર છે, આગામી 10 પેઢી પણ તેને અલગ કરી શકશે નહીં.’ જેના જવાબમાં બલૂચિસ્તાન નેશનલ પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખ્તર મેંગલે જડબાતોડ જવાબ આપ્યો છે.
‘1971ના હાર ન ભૂલો’
મેંગલે કહ્યું કે, ‘પાકિસ્તાની સેનાએ 1971 ની શરમજનક હાર અને 90,000 સૈનિકોના આત્મસમર્પણને ક્યારેય ભૂલવું ન જોઈએ. ફક્ત તેમના હથિયારો જ નહીં, તેમના પેન્ટ પણ આજ સુધી ત્યાં લટકેલા છે.’ તેમણે (અસીમ મુનીર) કહ્યું કે, ‘પાકિસ્તાની સેના 10 પેઢી સુધી બલોચ નાગરિકોને સજા આપવાની વાત કહી રહી છે, પરંતુ સવાલ એ છે કે, પાકિસ્તાની સેનાની કેટલી પેઢીઓ બંગાળીઓથી મળી, તે ઐતિહાસિક હારને રાખે છે?’
‘અમે 75 વર્ષની જુલમ સહન કરી રહ્યા છીએ’
અખ્તર મેંગલે કહ્યું કે, ‘બલોચની પ્રજા પાકિસ્તાની સેના અને સરકારના જુલમને છેલ્લા 75 વર્ષથી સહન કરી રહી છે. અમે એવા લોકો છીએ જે તમારા દરેક જુલમને યાદ રાખીએ છીએ અને અમે તમારી ધમકીઓથી ડરવાના નથી.’
પાકિસ્તાની સરકારને જાહેરમાં ચેતવણી
અખ્તર મેંગલનું આ નિવેદન માત્ર રાજકીય ટિપ્પણી જ નહીં, પરંતુ પાકિસ્તાનના આંતરીક ડખાં અને સેનાના દમનકારી વલણને ઉજાગર કરી રહી છે. એકતરફ ભારતમાં આતંકવાદી હુમલો થયા બાદ પાકિસ્તાન પર આંગળી ચિંધાઈ રહી છે, ત્યારે બલોચ નેતાની આ ચેતવણી પાકિસ્તાની સરકાર માટે પડકારજનક બની શકે છે.