Get The App

રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર ચાકુથી હુમલો હુમલાખોર 'નીયો-નાઝી' વિચારધારાથી પ્રભાવિત

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર ચાકુથી હુમલો હુમલાખોર 'નીયો-નાઝી' વિચારધારાથી પ્રભાવિત 1 - image

- રશિયાનાં ઉફા શહેરમાં મેડિકલ યુનિ. હોસ્ટેલમાં રહેતા ચાર ભારતીય વિદ્યાર્થીઓને આથી ગંભીર ઈજાઓ થઈ છે

નવી દિલ્હી : રશિયાનાં ઉફા શહેરમાં મેડિકલ યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ઉપર થયેલા હુમલાથી રશિયન ફેડરેશન તંત્ર પણ આંચકો ખાઈ ગયું છે. આ હુમલાથી ૪ ભારતીય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અન્ય કેટલાયને ઓછી-વત્તી ઈજાઓ થઈ છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલે છે.

રશિયન મીડીયાનાં જણાવ્યા પ્રમાણે હુમલાખોર સ્પેરોસ ક્રૂ એક ૧૫ વર્ષનો કિશોર છે. તે કટ્ટરવાદી, નીઓ-નાઝી વિચારધારાથી રંગાયેલો છે. આ સંગઠનને રશિયાની સુપ્રીમ કોર્ટે ૨૦૨૧માં આતંકી સંગઠન તરીકે જાહેર કરી દીધું હતું.

વધુમાં જાણવા મળ્યું છે કે આ કિશોર ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ફેલાવામાં આવતાં કન્ટેન્ટને લીધે એક તરફ જાતિય વિચારધારા (વ્હાઈટસ આર સુપ્રીમ) તથા બીજી તરફ હિંસક કાર્યવાહીની વિચારધારાથી રંગાઈ ગયો હતો. પોલીસ સૂત્રો જણાવે છે કે, સ્પૈરોસ ક્રૂ તેના હિંસક વિચારો માટે સ્થાનિક એજન્સીઓના રડાર ઉપર હતો જ, પરંતુ તે આટલો મોટો હુમલો કરશે તેમ કોઈ માનતું ન હતું.

પોલીસ કહે છે કે તે હુમલા પાછળ વંશીય વિચારધારા સાથે કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરિત થઈ ગયો હશે. આ માત્ર અપરાધિક જ નહીં પરંતુ આઈડીયોલોજીકલ એટક પણ કહી શકાય. હોસ્ટેલ રૂમની દિવાલો ઉપર લોહીથી સ્વસ્તિકની નિશાની કરવામાં આવી છે.