For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરીકા: નકલી મતપત્રકો સાથે બે હથિયારધારી શખ્સોની ફેલાડોલ્ફિયામાં કરાઈ ધરપકડ, FBIની તપાસ શરૂ

કઈ પાર્ટીના નકલી મતપત્રકો હતા તે અંગે રહસ્ય અકબંધ

હથિયારોથી સજ્જ બે શકમંદો કેન્દ્રની નજીક શંકાસ્પદ હાલતમાં જોવા મળતાં ખમ્ૈંએ તપાસ શરૃ કરી

Updated: Nov 8th, 2020

Article Content Image

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૭

ફિલાડેલ્ફિયાના મતગણતરી કેન્દ્રની નજીકથી એક નકલી મતપત્રકો ભરેલા ટ્રક સાથે બે હથિયારધારી શકમંદોની ધરપકડ થઈ હતી. એફબીઆઈએ આ અંગે વધુ તપાસ શરૃ કરી હતી.
અમેરિકન મીડિયા અહેવાલોમાં દાવો થયો હતો કે ફિલાડેલ્ફિયા મતગણતરી નજીક બે શકમંદો ટ્રક લઈને ઘૂસી ગયા હતા. શંકાસ્પદ રીતે બંને શખ્સો મતપત્રકો કેન્દ્રમાં ઘૂસાડવાની પેરવી કરી રહ્યા હતા.

મતપત્રકો લઈને આવતા જવાનો અને ગાડી જેવો દેખાવ સજીને આ શંકાસ્પદ શખ્સો નકલી મતોને મતગણતરી કેન્દ્ર સુધી પહોંચાડવામાં કદાચ સફળ થઈ જાત, પરંતુ કોઈ અજાણ્યા શખ્સે પોલીસને છેલ્લી ઘડીએ બાતમી આપી હતી. એ બાતમીદાર અંગે પણ રહસ્ય અકબંધ રહ્યું હતું.

બાતમીના આધારે પોલીસે બંનેને હથિયારો સાથે ઝડપી લીધા હતા. બંને પાસે બંદૂકો અને મેગેઝિનનો મોટો જથ્થો મળ્યો હતો. પકડાયેલા બેમાંથી એક વર્જિનિયાનો ૬૧ વર્ષનો એન્ટોનિયો લામાતો નામનો આરોપી હતો અને બીજો ૪૨ વર્ષનો જોશુઆ મૈસિયસ હતો.

એફબીઆઈએ બંનેની ધરપકડ કરીને આકરી પૂછપરછ શરૃ કરી છે. નકલી મતપત્રકો કયા ઉમેદવારના છે તે અંગે પોલીસે કે એફબીઆઈએ કોઈ જ જાહેરાત કરી ન હતી.

Gujarat