કેનેડાથી 8 લાખ હિન્દુઓને કાઢવાની માંગ', ખાલિસ્તાની પરેડ બાદ PM કાર્ની પર ઉઠી રહ્યા છે સવાલ
Demand to remove 8 lakh Hindus from Canada: કેનેડામાં ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ટોરેન્ટોમાં હિન્દુ વિરોધી એક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી અને માર્ક કાર્નીની જીત સાથે ફરી વડાપ્રધાનનું પદ સંભાળ્યું છે.
હકીકતમાં કેનેડાના પત્રકાર જેનિયલ બોર્ડમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પોસ્ટ શેર કરી છે. જેમાં વીડિયો પણ જોડવામાં આવ્યો છે. વીડિયોમાં ખથિચ રીતે મલટનના ગુરુદ્વારામાં કથિત રીતે હિન્દુ વિરોધી પરેડ જોવા મળી હતી. બોર્ડમેને પોસ્ટમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની સરકારને સવાલ પણ પૂછ્યા છે. તેમણે લખ્યું હતું કે, તેઓ પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટુડોની ખાલિસ્તાનીઓ પ્રતિ નરમ વલણ અપનાવશે કે સખત રહેશે..
પત્રકારે ખાલિસ્તાની સમર્થકોને લઈને ઉઠાવ્યા સવાલ
પત્રકાર બોર્ડમેને X પર લખ્યુ કે, ' અમારા રસ્તાઓ પર હોબાળો મચાવનારા જેહાદીઓએ સામાજિક માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને દરેક યહૂદીને ધમકી આપી રહ્યા છે, પરંતુ ખાલિસ્તાનીઓ તેમને સમાજ માટે સૌથી ઘૃણાસ્પદ વિદેશી ભંડોળ ખતરો તરીકે સખત ટક્કર આપી રહ્યા છે. શું માર્ક કાર્નીનું કેનેડા જસ્ટિન ટ્રુડોના કેનેડાથી અલગ હશે?"
આ પણ વાંચો: VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, થોડો સમય માટે બંધ કરવા પડ્યા દર્શન
કોણે કરી 8 હિન્દુઓને કેનેડામાંથી બહાર કરવાની માંગ
સોશિયલ મીડિયા X પર શોન બિંદા નામના એક યૂઝરે લખ્યું હતું કે, 'માલ્ટન ગુરુદ્વારા ટોરેન્ટોમાં કે-ગેંગે બેશરમીથી 8 લાખ હિન્દુઓને ભારત પરત મોકલવાની માંગ કરી છે.આ દરેક ત્રિનિદાદ, ગુયાના, સૂરીનામ, જમૈકા, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, મલેશિયા, શ્રીલંકા, સિંગાપુર, કેન્યા અને અન્ય જગ્યાઓથી સંબંધ રાખે છે.' બિંદાની આ પોસ્ટને પત્રકાર બોર્ડમેને રિપોસ્ચ કરી હતી.