ભારત પર 100% ટૅરિફના સંકટ વચ્ચે વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝરે સંકટને ઉકેલવાનો માર્ગ જણાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Peter Navarro On Lindsey Graham Bill: લિન્ડસે ગ્રેહામ બિલની ભારત પર પડનારી અસર અંગે પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નવારોએ મંગળવારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેનો ઉકેલ લાવી દેશે. એક ન્યૂઝ એજન્સીના સવાલનો જવાબ આપતાં નવારોએ કહ્યું હતું કે, 'પ્રમુખ અને તમારા વડાપ્રધાન વચ્ચે ખૂબ જ સારા કામકાજી સંબંધો છે. તેઓ પરસ્પર આનો ઉકેલ લાવી દેશે અને તેમાં મારો કોઈ હસ્તક્ષેપ નથી.' તેમણે આ વાત ટ્રમ્પ સમર્થિત રશિયા પ્રતિબંધ બિલ વિશે પૂછાયેલા સવાલના જવાબમાં કહી હતી, જેના હેઠળ ભારત પર 100% સુધીનો ટૅરિફ લગાવી શકાય છે.
આ બિલનું નામ દિવંગત સીનેટર લિન્ડસે ગ્રેહામના નામ પર રાખવામાં આવ્યું છે. આ બિલ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ ખરીદનારા ટોપ 5 દેશો પર ટૅરિફ લગાવી શકે છે, જેમાં ભારત અને ચીન પણ સામેલ છે. નવારોએ કહ્યું કે, 'મને લાગે છે કે યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન લગભગ 6-8 મહિના પહેલાં મેં 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'માં એક લેખ લખ્યો હતો. તેમાં બિલકુલ સાચા તથ્યો દર્શાવવામાં આવ્યા હતા કે યુક્રેન પર રશિયાના હુમલા પહેલાં ભારત રશિયા સાથે તેલના વેપારમાં સામેલ નહોતું, પરંતુ ત્યારબાદ તે મોટા પાયે આમાં સામેલ ગયું અને રશિયા તરફથી અનેક રિફાઈન્ડ ઉત્પાદનો વેચવા લાગ્યું, જેનાથી યુદ્ધ મશીનને મદદ મળી.'
તેમણે આગળ કહ્યું કે, 'આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને બની શકે કે તે લેખના કારણે આમાં મારી થોડી ભૂમિકા રહી હોય, પરંતુ હું તમને જણાવી શકું છું કે ઇન્ટરનેટ પર ભારતીય લોકો તરફથી મારે તીખી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝરે કહ્યું કે, અમેરિકામાં અમે સમસ્યાઓને આવી રીતે ઉકેલ નથી લાવતા.'
રશિયા પ્રતિબંધ બિલ
તમને જણાવી દઈએ કે, આ બિલને 'રશિયા પ્રતિબંધ બિલ' (Russia Sanctions Bill) પણ કહેવામાં આવે છે. તેને ગત અઠવાડિયે સીનેટમાં બંને પક્ષોના સમર્થનથી 86ના મુકાબલે 11 મતોથી પસાર કરવામાં આવ્યું હતું. જોકે કાયદો બનવા માટે તેણે US હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ વોટિંગમાંથી પસાર થવું પડશે.
પુતિન પર પણ લાગી શકે છે પ્રતિબંધ
એક રિપોર્ટ પ્રમાણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ ખરીદનારા દેશો ઉપરાંત આ બિલ રશિયન સરકારના ઉચ્ચ અધિકારીઓ અને રશિયાના ડિફેન્સ ઈન્ડસ્ટ્રિયલ બેઝને સમર્થન આપતી વિદેશી કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવી શકે છે. રશિયાના ઉચ્ચ અધિકારીઓમાં પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ સામેલ છે.
રશિયા પાસેથી ખરીદી કરનારા ટોપ 5 દેશો પર ટૅરિફનું ફાઇનલ લેવલ US ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીર નક્કી કરશે. જોકે આ બિલમાં એ દેશોને છૂટ આપવામાં આવી છે જે રશિયાના કુલ નેચરલ ગેસ એક્સપોર્ટનો 15% કરતાં ઓછો હિસ્સો ઇમ્પોર્ટ કરે છે અને રશિયન નેચરલ ગેસનો ઉપયોગ ખૂબ ઓછો કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.









