અમેરિકાના નવા બોમ્બર B-21 રેડર વિમાને પ્રથમ ઉડાન ભરી, શત્રુઓને નજર જ નહીં આવે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Tests Stealth Bomber Raider: યુએસ એરફોર્સના નેક્સ્ટ જનરેશન સ્ટીલ્થ બોમ્બર 'B-21 રાઇડર'ની તાજેતરની ટેસ્ટ ફ્લાઇટ્સની અત્યંત સ્પષ્ટ અને હાઇ-રિઝોલ્યુશન તસવીરો સામે આવી છે. નોર્થ્રોપ ગ્રુમન દ્વારા વિકસાવવામાં આવી રહેલું આ અદ્યતન વિમાન કેલિફોર્નિયાના પામડેલ સ્થિત એરફોર્સ પ્લાન્ટ 42માં તૈયાર થઈ રહ્યું છે. મોજાવે રણના આકાશમાં ચાલી રહેલા પરીક્ષણ દરમિયાન લેવાયેલી આ તસવીરોમાં વિમાનના એક્ઝોસ્ટ નોઝલ (એન્જિનમાંથી વાયુ બહાર નીકળવાના માર્ગ) સહિતના ઝીણા ભાગો ખૂબ જ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. આ ખુલ્લો અને નિર્જન વિસ્તાર હવાઈ પરીક્ષણો માટે અત્યંત સુરક્ષિત અને અનુકૂળ માનવામાં આવે છે.
રડાર કંટ્રોલ માટે લૂનબર્ગ લેન્સનો ઉપયોગ
સંરક્ષણ નિષ્ણાતોના મતે આ વિમાનમાં સંભવતઃ લૂનબર્ગ લેન્સ પણ લગાવવામાં આવ્યા હોઈ શકે છે. લૂનબર્ગ લેન્સ એક એવું ખાસ ઉપકરણ છે જે રડાર સિગ્નલોને કૃત્રિમ રીતે વધારવા અથવા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સ્ટીલ્થ વિમાનો મૂળભૂત રીતે રડારની નજરમાંથી અદ્રશ્ય રહેવા માટે જ બનેલા હોય છે, પરંતુ ટેસ્ટિંગ દરમિયાન સુરક્ષા, એર ટ્રાફિક કંટ્રોલ અને મોનિટરિંગની સરળતા ખાતર તેને જાણીજોઈને રડાર પર દર્શાવવા આવા લેન્સ ફીટ કરવામાં આવતા હોય છે.
B-2 સ્પિરિટ કરતાં વધુ શાંત અને સરળ ઉડાન
B-21 રાઇડરને અમેરિકાના જૂના B-2 સ્પિરિટ બોમ્બરનું ઉત્તરાધિકારી માનવામાં આવે છે. જૂના વિમાનની સરખામણીમાં આ નવું બોમ્બર ઉડાન ભરતી વખતે અત્યંત ઓછો અવાજ કરે છે. વિમાન નિરીક્ષકો અને નિષ્ણાતોએ તેની ખૂબ પ્રશંસા કરી છે, કારણ કે તેની ઉડાન અત્યંત સ્મૂથ અને શાંત જણાઈ છે.
B-21 રાઇડર બોમ્બર કેમ આટલું ખાસ છે?
- હથિયાર વહન ક્ષમતા: તે પરમાણુ અને પરંપરાગત બંને પ્રકારના ઘાતક હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.
- અદ્યતન સ્ટીલ્થ ટેકનોલોજી: તેની નવી સ્ટીલ્થ ડિઝાઈનને કારણે દુશ્મનોના અત્યાધુનિક રડાર પણ તેને પકડી શકશે નહીં.
- ખર્ચ અને જાળવણી: નવું ડિઝાઇન મોડલ જૂના B-2 કરતાં વધુ કાર્યક્ષમ, ઓછી જાળવણી માગનારું અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ સાબિત થશે.
- વ્યૂહાત્મક તાકાત: આ અતિ-ગુપ્ત પ્રોજેક્ટનું લક્ષ્ય વિમાનની સ્થિરતા, એન્જિન ક્ષમતા, સ્ટીલ્થ પાવર અને ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ્સની સંપૂર્ણ ચકાસણી કરવાનું છે, જેથી આવનારા દાયકાઓ સુધી તે યુએસ એરફોર્સની વૈશ્વિક વ્યૂહાત્મક શક્તિનું મુખ્ય કેન્દ્ર બની રહે.




