અમેરિકાનો ભીષણ હુમલો: ઈરાન પર મિસાઈલમારો, એરપોર્ટ-રેલવે સ્ટેશન અને પુલ ધ્વસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA and Iran War Updates : અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય તણાવ હવે અત્યંત ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાન પર રાતોરાત ઘાતક હવાઈ હુમલા કર્યા છે, જેમાં દક્ષિણ ઈરાનના એક એરપોર્ટ, મહત્વપૂર્ણ બંદર શહેર બંદર અબ્બાસના રેલવે સ્ટેશન અને હોર્મુઝ (Strait of Hormuz) નજીક આવેલા બે મહત્ત્વના પુલોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ભીષણ હુમલાઓના કારણે પ્રદેશનો વાહનવ્યવહાર અને સંપર્ક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.
એરપોર્ટ, રેલવે જંક્શન અને પુલો પર મિસાઈલ એટેક
ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલ (IRIB) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વમાં આવેલા ઈરાનશહર એરપોર્ટ ની આસપાસ ત્રણ જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા, જેમાં એરપોર્ટ પર ઓછામાં ઓછો એક અમેરિકી ગોળો પડ્યો હતો. આ ઉપરાંત, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા બંદર અબ્બાસ રેલવે જંક્શન સ્ટેશન ને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાં બે ઈરાની નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈરાની સમાચાર એજન્સી (IRNA) ના સત્તાવાર રિપોર્ટ મુજબ, હોર્મોઝગાન પ્રાંતમાં હોર્મુઝ જળડમરુમધ્યની નજીક આવેલા બે પુલો પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં ૨ લોકોના મોત થયા છે અને અન્ય ૪ લોકો ઘાયલ થયા છે.
આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને વૈશ્વિક ઊર્જા સંકટ
ઈરાની મીડિયાએ આ હુમલાઓને 'અમેરિકી દુશ્મનનો હુમલો' ગણાવ્યો છે, જોકે અમેરિકા તરફથી હજુ સુધી આ હુમલા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઈરાની સત્તાવાળાઓએ આ આક્રમણની સખત શબ્દોમાં નિંદા કરતા તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું સરેઆમ ઉલ્લંઘન ગણાવ્યું છે. હાલમાં ઈરાનની સેના અને સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં જોતરાઈ ગઈ છે. પ્રાદેશિક સુરક્ષા નિષ્ણાતોના મતે, હોર્મુઝ જળડમરુમધ્ય એ વિશ્વના તેલ નિકાસ માટેનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ હોવાથી, આ તણાવ આંતરરાષ્ટ્રીય ઉર્જા પુરવઠા અને વૈશ્વિક બજાર પર ગંભીર અસરો પેદા કરી શકે છે.









