Get The App

વધુ એક દેશ પર ભીષણ હુમલાની તૈયારીમાં અમેરિકા? 20 વર્ષ જૂનું નેવલ બેઝ ફરી એક્ટિવ

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
વધુ એક દેશ પર ભીષણ હુમલાની તૈયારીમાં અમેરિકા? 20 વર્ષ જૂનું નેવલ બેઝ ફરી એક્ટિવ 1 - image


America-Venezuela War : અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે યુદ્ધ થવાના સંકેત સામે આવ્યા છે. કેરેબિયન ટાપુ પ્યુર્ટો રિકોમાં અમેરિકાનું સૈન્ય મથક છે, જ્યાં વેનેઝુએલા પર હુમલો કરવા માટે પુરજોશમાં તૈયારી શરુ કરી દીધી છે. આ તૈયારીની કેટલીક સેટેલાઇટ તસવીરો પણ સામે આવી છે, જેમાં શ્રમિકો રન-વે સુધીનો રસ્તો સાફ કરતાં હોવાનો, નવું કવર ઢાંકતા હોવાનો ખુલાસો થયો છે. આ તમામ તૈયારીઓ સંભવિત સૈન્ય હુમલો કરવાના સંકેત આપી રહ્યા છે.

ઍરપોર્ટ પર પણ સુવિધા વધારાઈ

એટલું જ નહીં, અમેરિકાએ પ્યૂર્ટો રિકો અને સેંટ ક્રોઇક્સના સિવિલિયન એરપોર્ટ પણ સુવિધાઓ વધારી દીધી છે. આ ઍરપોર્ટ્સ વેનેઝુએલાથી 800 કિલોમીટર દૂર છે. અહીં રનવે લાંબો કરવામાં આવી રહ્યો છે અને સ્ટોરેજ ક્ષમતા વધારવામાં આવી રહી છે, જેથી જરૂર પડ્યે અહીંથી ઝડપથી સૈન્ય વિમાનો મોકલી શકાય.

વેનેઝુએલાએ ચીન-રશિયા પાસેથી મદદ માંગી

રિપોર્ટ મુજબ, અમેરિકાને લાગે છે કે, વેનેઝુએલામાં તાનાશાહી ચાલી રહી છે, લોકશાહી ખતરામાં છે, જેના કારણે તેઓ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલાસ માદુરો પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાની ગતિવિધિ જોતાં માદુરો ગભરાઈ ગયા છે અને તેમણે ચીન અને રશિયા પાસેથી મદદ માંગી છે. માદુરોએ આક્ષેપ કર્યો છે કે, અમેરિકાની નજર અમારા તેલ ભંડારો પર છે, જેના કારણે તેઓ તેમના દેશને અસ્થિર કરવા માંગે છે. રિપોર્ટ મુજબ, માદુરોની વિનંતી બાદ રશિયન કાર્ગો પ્લેન વેનેઝુએલા પહોંચી ગયું છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશે ફરી ભારતને છંછેડ્યું, યૂનુસે નવી રાજકીય ગેમ શરૂ કરી

2004માં એરબેઝ બંધ કર્યા બાદ ફરી ખોલાયું

રિપોર્ટ મુજબ, અમેરિકાએ 1940માં પ્યૂર્ટો રિકોના દરિયા કિનારા પર સૈન્ય એરબેઝ બનાવ્યું હતું, જે કૉલ્ડ વોર વખતે અમેરિકાનું મહત્ત્વનું સૈન્ય કેન્દ્ર હતું. અહીં વિમાનો, જહાજો અને સૈનિકો તહેનાત કરાતા હતા, જોકે 2004માં તેને બંધ કરી દેવાયું હતું. જોકે હવે એરબેઝને ફરી ખોલવામાં આવ્યું છે.

વેનેઝુએલા પર દબાણ વધારવા અમેરિકાની સૈન્ય ગતિવિધિ

સેટેલાઇટ તસવીરોમાં કન્ટ્રક્શન કામ ચાલતું હોવાનું, ટેક્સીવે દ્વારા વિમાનોને રન-વે પર લઈ જતાં હોવાનું દેખાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ, ઝડપી સૈન્ય ગતિવિધિ શરુ કરવા માટે એરબેઝ પર ઝડપી કામકાજ ચાલી રહ્યું છે. ત્રણ અમેરિકન સૈન્ય અધિકારીઓ અને ત્રણ નૌસેના નિષ્ણાંતોએ રૉયટર્સને કહ્યું કે, વેનેઝુએલા પર દબાણ વધારવા માટે સૈન્ય ગતિવિધિ શરુ કરાઈ છે.

આ પણ વાંચો : ‘ભારતને UNSCમાં સામેલ કરો નહીં તો...’ આ દેશે આપી ચેતવણી

Tags :