રાજીનામાની અટકળો વચ્ચે ટ્રમ્પ મોટું એલાન કરશે, વ્હાઇટ હાઉસે કરી સ્પષ્ટતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump Announcement Updates: અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગત અઠવાડિયે થોડા દિવસો સુધી જાહેર કાર્યક્રમોથી ગાયબ રહ્યા. જેના કારણે તેમની તબિયતને લઈને અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. ત્યારે હવે વ્હાઇટ હાઉસે માહિતી આપી છે કે ટ્રમ્પ આજે રાત્રે 11:30 વાગ્યે એક મોટી જાહેરાત કરવાના છે. ત્યારબાદથી સોશિયલ મીડિયામાં વિવિધ અટકળો લગાવાઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે ટ્રમ્પ રાજીનામું આપવાના છે. કેટલાક કહી રહ્યા છે કે મોટી જાહેરાત થવા જઈ રહી છે, તો એવું થશે જે આજ સુધી અમેરિકાના ઇતિહાસમાં નથી થયું.
વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ કેરોલિન લેવિટે સંકેત આપ્યા છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે ઓવલ ઑફિસથી થનારી જાહેરાત ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સથી જોડાયેલી હશે. આ સવાલ એ છે કે અંતે આ જાહેરાત શેના અંગે હોઈ શકે છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે આ જાહેરાત અમેરિકન રક્ષા રણનીતિ, સૈન્ય બજેટમાં વધારો, કોઈ મોટા ડિફેન્સ પ્રોજેક્ટ કે પછી નવા સૈન્ય અભિયાનથી સંબંધિત હોઈ શકે છે. કેટલાક વિશ્લેષકો માની રહ્યા છે કે આ પગલું અમેરિકન વૈશ્વિક સુરક્ષા નીતિઓ કે નાટો સહયોગીઓની સાથે તાલમેલને લઈને પણ હોઈ શકે છે. સૌની નજર ટ્રમ્પની જાહેરાત પર ટકેલી છે.
શું બદલાઈ જશે નામ?
સોશિયલ મીડિયામાં દાવો કરાઈ રહ્યો છે કે, ટ્રમ્પ વેનેજુએલા પર આક્રમણ કરવાનો આદેશ આપનારો છે. ગત કેટલાક દિવસોથી અમેરિકન અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પે કેટલીક વખત કહ્યું કે, તેઓ શાંતિ ઇચ્છતા રાષ્ટ્રપ્રમુખ છે. પરંતુ સાથે જ તેઓ વારંવાર "Department of Defense"નું નામ બદલીને "Department of War" કરવાની વાત પણ કરી રહ્યા છે. જો એવું થાય છે, તો આ તેમની રાજનીતિમાં સૌથી મોટો યુ-ટર્ન હશે.
વ્હાઇટ હાઉસે પ્રેસને જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ ટ્રમ્પ મંગળવારે 2 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યે (અમેરિકન સમય) એટલા રાત્રે 11:30 (ભારતીય સમય) એક જાહેરાત કરશે.' ત્યારબાદ નવી થિયરી સામે આવી રહી છે. ગત અઠવાડિયાથી ટ્રમ્પ પબ્લિકલી નજરે નથી આવી રહ્યા. તેમની તબિયતને લઈને વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે.
શું ટ્રમ્પ રાજીનામું આપશે?
ઇન્ટરનેટ પર સૌથી વધુ થિયરીની ચર્ચા થઈ રહી છે, તો તે છે કે શું ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપશે? ભલે આ થિયરી અજીબ લાગે, પરંતુ ટ્રમ્પની તબિયતને લઈને ઉઠતાં સવાલો વચ્ચે આ ચર્ચાએ જોર પકડ્યું છે. ગત શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Trumo Is Dead અને Where Is Trump? જેવા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા. ટ્રમ્પ 27 ઑગસ્ટે વ્હાઇટ હાઉસ કેબિનેટ મીટિંગ બાદથી પબ્લિકમાં દેખાયા નથી. તે મીટિંગથી તેમની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તેમના હાથ પર ઈજાના નિશાન નજરે આવી રહ્યા હતા. વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કૈરોલિન લીવિટે સ્પષ્ટતા કરી કે ટ્રમ્પના હાથ પર આ નિશાન સતત હાથ મિલાવવાના કારણે આવ્યું હતું પરંતુ અફવાઓ અટકી નથી રહી. 30 ઑગસ્ટે ટ્રમ્પ વર્જીનિયાના પોતાના ગોલ્ફ ક્લબમાં દેખાયા હતા. પરંતુ ત્યારે પણ ઇન્ટરનેટ પર આ થિયરી ચાલી કે ત્યાં દેખાતો વ્યક્તિ અસલી ટ્રમ્પ નહીં પરંતુ તેનો બોડી ડબલ છે. આ વચ્ચે ટ્રમ્પ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલમાં સતત એક્ટિવ રહ્યા. કેટલાક લોકોએ મજાકમાં લખ્યું કે આજે નવા રાષ્ટ્રપ્રમુખ જાહેર થવાના છે. તો કોઈએ કહ્યું કે, કદાચ ટ્રમ્પ સ્વાસ્થ્ય કારણોથી રાજીનામું આપી દે અને તાત્કાલિક નવા ઉપરાષ્ટ્રપ્રમુખની નિમણૂંક થઈ જાય.
શું જાહેરાત ટેરિફથી જોડાયેલી હશે?
કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે ટ્રમ્પની જાહેરાત ટ્રેડ અને ટેરિફ પોલિસીથી જોડાયેલી હોઈ શકે છે. હાલમાં ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. જેમાં 25 ટકા રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની સજા ગણાવાયો હતો. ભારત આ દબાણની આગળ ઝૂક્યું નહીં. સોમવારે ચીનમાં SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મળ્યા હતા. ત્રણેય નેતાઓની એક સાથે હોવાની તસવીરે વોશિંગ્ટનમાં ખળભળાટ મચાવી દીધો. આના કેટલાક કલાકો બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ભારત-અમેરિકા બિઝનેસ સંપૂર્ણ રીતે એકતરફી છે અને હવે આમાં ખૂબ મોડું થઈ ચૂક્યું છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ કહે છે કે, ટ્રમ્પ હવે ભારતથી આવતી દવાઓ પર પણ ટેરિફ લગાવવાનું વિચારી રહ્યા છે. જો આવું થયું તો ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગશે, કારણ કે તેની અંદાજિત 40 ટકા દવાઓ અમેરિકાને એક્સપોર્ટ થાય છે.








