World

15000 સૈનિકો તૈનાત, યુવાનોને મલેશિયામાં ભર્તીં થવા આહ્વાન : વેનેઝૂએલા યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે

By GS TEAM
2 Sep 20252 mins read
15000 સૈનિકો તૈનાત, યુવાનોને મલેશિયામાં ભર્તીં થવા આહ્વાન : વેનેઝૂએલા યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે

- અમે કૈં હુમલો કરવા માગતા નથી : અમેરિકા

- વેનેઝૂએલાના ડાબેરી પ્રમુખ માદુરોએ કહ્યું : અમેરિકાએ 1200 મિસાઈલ્સ ધરાવતી યુદ્ધ નૌકાઓ અમારી જળસીમાથી થોડે જ દૂર તૈનાત રાખી છે

કારાકાસ/વોશિંગ્ટન : અમેરિકાએ કહ્યું છે કે ડ્રગ-કાર્ટેલના સંભવિત ખતરાનો સામનો કરવા વેનેઝૂએલાની જળસીમા પાસે પોતાની સમુદ્રીય ઉપસ્થિતિ વધારી રહ્યું છે. પરંતુ પ્રમુખ માદુરો માને છે કે, અમેરિકા તેમના દેશ પર હુમલો કરવા માગે છે. અમેરિકાએ તે આક્ષેપો નકારતાં કહ્યું છે કે વેનેઝૂએલા પર હુમલો કરવાની અમારી કોઈ યોજના નથી. તેમ છતાં કટ્ટર ડાબેરી પ્રમુખ નિકોલસ માદુરોએ ૧૫૦૦૦ની સેના તો સમુદ્ર તટથી થોડે જ દૂર તૈનાત રાખી છે. બીજી તરફ દેશના યુવાનોને મિલિશિયામાં ભર્તી થવા આદેશ આપી દીધો છે.

વાસ્તવમાં વેનેઝૂએલા અને અમેરિકા વચ્ચે દાયકાઓથી મતભેદ ચાલે છે. છેલ્લે અમેરિકા વિપક્ષી નેતા, જુઆન ગુદેરોનું સમર્થન કરી રહ્યું છે અને વર્તમાન પ્રમુખ માદુરોની ચૂંટણીને માન્યતા આપતું નથી. અમેરિકા માને છે કે માદુરો ડ્રગ કાર્ટેલને ટેકો આપે છે અને તેના પૈસાથી તે ચૂંટણી જીત્યા છે.

પ્રમુખ માદુરોને આશંકા છે કે અમેરિકા હુમલો કરશે જ. કારણ કે અમેરિકાએ કોલંબિયાની જળસીમા પાસે ગાઈડેડ-મિસાઈલ ક્રૂઝર યુ.એસ.એ., લેઈકઈરે, આર્લે બર્ક શ્રેણીની ડીસ્ટ્રોયટો, યુએસએસ જેસન ડનહામ અને યુએસએસ સેમ્પસન, કોસ્ટ ગાર્ડ મિલિયપોલનું ન્યૂક્લિયર સબમરીન, યુએસએચ ન્યૂપોર્ટ ડીસ્ટ્રોયર્સ યુએસએચ સેન્ટ એન્ટોનિયો તથા ફોર્ટ બે ડસ્ડેલ તૈનાત રાખ્યા છે તે કહે છે કે ડ્રગ કાર્ટેલનો સામનો કરવા આમ કરાયું છે.

આ તંગદિલી વચ્ચે રશિયા અને ચાયના શી ભૂમિકા ભજવે છે તે જોવાનું રહે છે. અત્યારે તો સમગ્ર વેનેઝૂએલામાં તણાવ પ્રસરી રહ્યો છે જે સહજ છે.