Get The App

અમેરિકા મધ્ય પૂર્વમાં ફસાયું છે : ચીન તાઈવાન પર મોટો દાવ ખેલવા તૈયાર થાય છે

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા મધ્ય પૂર્વમાં ફસાયું છે : ચીન તાઈવાન પર મોટો દાવ ખેલવા તૈયાર થાય છે 1 - image


તાઈવાનનાં સંરક્ષણ મંત્રાલયે રવિવારે સવારે ૬.૦૦ વાગે પોતાનાં ક્ષેત્રીય જલ ક્ષેત્ર આસપાસ ચીનનાં ૭ યુદ્ધ જહાજો ઘુમતાં જોયાં એક ગુબ્બારો દેખાયો

તાઈપે: તાઇવાનનાં સંરક્ષણ મંત્રાલયે રવિવારે સવારે ૬.૦૦ વાગે પોતાનાં જલક્ષેત્ર આસપાસ ૭ મીની યુદ્ધ જહાજો અને એક ગુબ્બારાને જોયાં હતાં. પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં તે મંત્રાલયે તે વિષે ચિંતા વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે ચીનની બદદાનતનો સામનો કરવા તૈયારીઓ પૂરેપૂરી થઇ રહી છે.

અત્યારે તો ઇરાન વિરૂદ્ધ અમેરિકાએ મોર્ચો ખોલી નાખ્યો છે. સતત હુમલા કરી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલિ ખામેનેઇનું નિધન થયું છે. સાથે મધ્યપૂર્વમાં તંગદિલી વ્યાપી રહી છે. ભારે મોટો સંઘર્ષ થવાની સંભાવના દેખાઈ રહી છે. તેવામાં ચીન તાઈવાન અંગે કશી યોજના ઘડી રહ્યું છે તે નિશ્ચિત લાગે છે.

આ પૂર્વે ગઇકાલે ૨૮ની ફેબુ્રઆરીએ પણ તાઈવાનીઝનો ડીફેન્સ મીનીસ્ટ્રીએ ૭ મીની યુદ્ધ જહાજો એ પી.આર.સી. ગુબ્બારો જોયો હતો. તાઈવાનીજ સેના તે ઉપર બરોબર નજર રાખી રહી છે.

દરમિયાન ચીન સરકારે તાઈવાનથી કોઈપણ વ્યક્તિને દેશમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. તેટલું જ નહીં પરંતુ પરંપરાગત રીતે ઉજવવાના (વાંસનાં) ફાનસ ઉત્સવમાં તાઈવાને શાંઘાઈથી આવેલાં પ્રતિનિધિ મંડળને આવવાં દીધું ન હતું. તે કાર્યવાહીનો બચાવ કરતાં તાઈવાને જણાવ્યું હતું કે શાંઘાઈએ ખૂબ નિમ્ન સ્તરના અધિકારીના નેતૃત્વ નીચે પ્રતિનિધિ મંડળ મોકલ્યું હોવાથી અને તેને અસ્વીકાર્ય ગણ્યું હતું. આ સ્પષ્ટતા મુખ્ય ભૂમિના મામલાની પરિષદ (એલ.એ.ઇ.)ના ઉપાધ્યક્ષ લિયેંગ વેન ચીટે પત્રકારોના એક પ્રશ્નના ઉત્તરમાં કરી હતી.

બીજી તરફ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા કટ્ટરવાદી અને અગલતાવાદી તથા સ્વતંત્રતાવાદી જૂથોને નિશાન બનાવતાં ૨૨ સૂત્રીય ડાયરેક્ટરીવ્ઝ (દિશાનિર્દેશો) પણ પ્રસિદ્ધ કર્યા હતા. તાઈવાનના વરિષ્ઠ અધિકારીઓને પણ ૨૦૨૪માં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા હતા. તેમની ઉપર શાંઘાઈ કે અન્ય કોઈ પણ સ્થળેથી પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે તે હુક્મનો ભંગ કરનારને મૃત્યુ દંડ સુધીની સજા કરવામાં પણ આવશે તેમ પણ જણાવ્યું હતું.

ચીન તાઈવાન વચ્ચે વર્ષોથી વૈમનસ્ય ચાલે છે પરંતુ ૨૦૨૪થી તો તે એકદમ તીવ્ર બની ગયું છે. તે સર્વવિદિત છે.