Get The App

વિયેતનામ, ઇરાક અને અફઘાનિસ્તાન કરતાં ઇરાનમાં અમેરિકા ખરેખરૂં ફસાઇ ગયું છે

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
વિયેતનામ, ઇરાક અને અફઘાનિસ્તાન કરતાં ઇરાનમાં અમેરિકા ખરેખરૂં ફસાઇ ગયું છે 1 - image

- ટ્રમ્પ પાસે બે જ વિકલ્પ છે : (૧) જબ્બર યુદ્ધ (૨) ઇરાનને પ્યાદુ સમજવું

- ટ્રમ્પ માનતા હતા કે વેનેઝૂએલાની જેમ થોડા સમયમાં જ ઇરાનને પણ ઘૂંટણો પર ટેકવી દઇશ : પરંતુ તેવું થયું નથી : ઇરાન ટક્કર આપી રહ્યું છે

વોશિંગ્ટન : ટ્રમ્પ ભલે તેવો દાવો કરે કે, ઇરાન સામે દરેક મોરચે જીત મળી રહી છે, પરંતુ યુધ્ધ શરૂ થયાને ત્રણ ત્રણ મહિના વીતી ગયા પછી વોશિંગ્ટનમાં સત્તા - ગલિયારીઓનાં પ્રશ્ન ઊઠી રહ્યો છે કે આ બધુ કહેવા છતાં ટ્રમ્પ યુધ્ધ હારી રહ્યા છે.

વિશેષજ્ઞાોનું કહેવું છે કે આ હુમલાઓને કૂટનીતિક જીતમાં બદલી શક્યા નથી અને અમેરિકી હુમલા છતાં સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝ ઉપર ઇરાનનો કબજો ચાલુ જ રહ્યો છે. બીજુ પરમાણુ સમજૂતી અંગે તેનું વલણ યથાવત રહ્યું છે. અને ત્રીજી હાર ટ્રમ્પની તે છે કે તેઓ ઇરાનમાં સત્તા પરિવર્તન કરાવી શક્યા નથી.

રોઇટર્સના રિપોર્ટમાં કહેવાયું છે કે, ટ્રમ્પના જીતના દાવા ખોખલા દેખાઈ રહ્યા છે. હાલાત તે છે કે બંને દેશો અત્યારે બેહદ નાજુક મોડ પર ઉભા છે. એક તરફ કડવી કૂટ નીતિ છે. બીજી તરફ ઇરાન યુધ્ધના અમેરિકાના ત્રણ લક્ષ્યો હતાં :

(૧) ઇરાને પરમાણુ માર્ગ જ હંમેશા માટે બંધ રાખવો.

(૨) પ્રાદેશિક ભીતી દૂર કરવી.

(૩) જનતા દ્વારા સત્તા પરિવર્તન : પરંતુ ત્રણમાંથી એક પણ લક્ષ્ય તે સિદ્ધ કરી શક્યા નથી. ઇરાને જમીનથી ૧૫૦ ફીટ નીચે તેનાં પરમાણુ સંયંત્રો (સાઇકલોટ્રોન્સ) રાખ્યા છે. તેથી તેની ઉપર કબજો જમાવવો અશક્ય સમાન છે. બીજુ મધ્યપૂર્વમાંથી ઇરાનની ધાક હજી જાય તેમ નથી. તેમાંયે જો ટ્રમ્પ ઇરાનને નમાવવામાં અસફળ રહે તો મધ્ય પૂર્વમાંથી અમેરિકાની ધાક ચાલી જાય.

ત્રીજું ટ્રમ્પની ગણતરી હતી કે ઇરાનમાં જનતા જ સત્તાધારી ધાર્મિક નેતાઓ સામે બળવો પોકારશે પરંતુ તેમ થયું નથી. આમ દરેક મોરચે ટ્રમ્પ હારી રહ્યા છે. પોતાના દેશમાં જ તેમની લોકચાહના એકદમ નીચી ઉતરી છે. જયારે હોર્મુઝ-સ્ટ્રેઇટસ ખોલવામાં પણ તેઓ નિષ્ફળ જતાં દુનિયાભરમાં તેલના ભાવ વધવા સાથે દરેક ચીજોના ભાવ વધ્યા છે. અમેરિકામાં તેની ગંભીર અસર થઇ છે.

લોકો પૂછે છે કે આ યુધ્ધ આપણે કર્યું છે જ શું કામ ? આમ ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટતો જાય છે. તો બીજી તરફ તેલના ઉંચા ભાવ અને તેને પગલે વિશ્વભરમાં મોંઘવારી બિલ્લી પગે વ્યાપી રહી છે. આમ વિયેતનામ, ઇરાક અને અફઘાનિસ્તાન કરતાં ઇરાનમાં અમેરિકા ખરેખરુ ફસાયું છે.