World

અમેરિકાને કોઈ અધિકાર નથી, લૂંટારું ન બને... ટ્રમ્પની 20% ટેક્સની જાહેરાતથી બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભડક્યા

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
હોર્મુઝ સ્ટ્રેટ પર 20% ટોલ ટેક્સ વસૂલવાની ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વા ભડક્યા છે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટના રક્ષણ માટે કાર્ગો જહાજો પાસેથી આ ચાર્જ લેવાનું કહ્યું હતું. લુલાએ આ નિર્ણયને 'ડકેતી' ગણાવ્યો અને કહ્યું કે અમેરિકાએ દરિયાઈ લૂંટારું ન બનવું જોઈએ. તેમણે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા વોશિંગ્ટનને સલાહ આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાને કોઈ અધિકાર નથી, લૂંટારું ન બને... ટ્રમ્પની 20% ટેક્સની જાહેરાતથી બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભડક્યા

Brazil President Lula Da Silva On Hormuz Toll : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટ(જળમાર્ગ) પરથી પસાર થતા માલવાહક જહાજો પર 20%નો મોટો ટોલ ટેક્સ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પના આ આયોજન સામે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લૂઈસ ઈનાસિયો લૂલા ડા સિલ્વા ભારે નારાજ થયા છે. તેમણે ટ્રમ્પના આ નિર્ણયની આકરી ટીકા કરી છે.

ટ્રમ્પના નિર્ણયને ગણાવી 'ડકેતી'

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા હવેથી 'હોર્મુઝ સ્ટ્રેટના રક્ષક' તરીકે કામ કરશે અને આ સુરક્ષાના બદલામાં ત્યાંથી પસાર થતાં કાર્ગો પર 20% ચાર્જ વસૂલશે. આ વાત પર તંજ કસતા બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું કે, 'જૂના જમાનામાં આ જ વસ્તુને ડકેતી કહેવામાં આવતી હતી.'

અમેરિકા પોતે લૂંટારું ન બને: લૂલા

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખે આંતરરાષ્ટ્રીય નિયમોનો હવાલો આપતા અમેરિકાને કડક શબ્દોમાં સલાહ આપી છે. તેમણે કહ્યું કે, 'અમેરિકા જેવો મોટો અને મહત્ત્વનો દેશ… હવે પોતે જ એક દરિયાઈ લૂંટારું ન બની શકે.' તેમણે વોશિંગ્ટન પર આરોપ લગાવ્યો કે ટ્રમ્પ સરકાર બીજાની મુશ્કેલીઓમાંથી નફો કમાવવાનો પ્રયાસ કરી રહી છે. લૂલાના મતે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ હંમેશાં મફત નેવિગેશન માટે ખુલ્લો રહ્યો છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું લખ્યું હતું?

બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી કે દુનિયાના આ અસ્થિર ભાગને સુરક્ષા આપવાના બદલામાં તમામ કાર્ગો પર 20%ના દરે વસૂલાત કરવામાં આવશે. ટ્રમ્પે લખ્યું કે, 'અમેરિકાને હવેથી હોર્મુઝ સ્ટ્રેટના રક્ષક તરીકે ઓળખવામાં આવશે.' તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયા તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે, જેનો બ્રાઝિલ અત્યારે સખત વિરોધ કરી રહ્યું છે.