World

ચીનમાં એઆઈની તેજીનો ફૂગ્ગો ફૂટયો : રૂ. 45 લાખ કરોડનું ધોવાણ

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
ચીનના શેરબજારમાં AI અને સેમિકન્ડક્ટર કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો છે. પરિણામે, આશરે 45.6 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ વેલ્યુએશન ઘટ્યું છે. STAR50 ઇન્ડેક્સ 4 મહિનામાં 40% ગગડ્યો છે. અમેરિકાના સંભવિત પ્રતિબંધો અને AIની ભાવિ માંગ અંગેની ચિંતાને કારણે રોકાણકારો શેર વેચી રહ્યા છે. યુનિટ્રી અને ચિપ ઉત્પાદક કંપનીઓના શેરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનમાં એઆઈની તેજીનો ફૂગ્ગો ફૂટયો : રૂ. 45 લાખ કરોડનું ધોવાણ
  • સ્ટાર૫૦ ઈન્ડેક્સ ૪ મહિનામાં ૪૦ ટકા ગગડયો
  • હ્યુમનોઈડ્ રોબોટ બનાવતી કંપની યુનિટ્રીના શેર ઓગસ્ટમાં ટ્રેડિંગ શરૂ થયા બાદ ૨૫ ટકા સુધી ઘટયા

બેઈજિંગ : એઆઈ અને સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઓના શેરમાં ભારે ઘટાડાને કારણે ચીનના શેરબજારમાં આશરે રૂપિયા ૪૫.૬ લાખ કરોડનું માર્કેટ વેલ્યુએશન ઘટયું છે. ચીનના એઆઈ અને સેમિકન્ડક્ટર સેક્ટરની ટોપ કંપનીઓને આવરી લેતા જી્છઇ૫૦ ઇન્ડેક્સમાં ચાર મહિનાથી ઓછા સમયમાં જુલાઈના ઊંચા સ્તરથી આશરે ૪૦ ટકાનો ઘટાડો થયો છે. ઊંચા વેલ્યુએશન, એઆઈની ભાવિ માંગ અંગેની ચિંતા અને ચીનની ટેકનોલોજી કંપનીઓ પર અમેરિકાના સંભવિત પ્રતિબંધોને કારણે રોકાણકારો શેર વેચી રહ્યા છે.
ચીનના ટેકનોલોજી શેરોમાં છેલ્લા બે વર્ષથી તેજી જોવા મળી હતી. જોકે, શેરના ભાવમાં થયેલી તેજી કંપનીઓની કમાણીની સરખામણીએ ઘણી વધારે થઈ જતાં હવે બજારમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. હ્યુમનોઇડ રોબોટ બનાવતી કંપની યુનિટ્રીના શેર આગસ્ટમાં ટ્રેડિંગ શરૂ થયા બાદ આશરે અડધા થઈ ગયા છે. ચિપ ઉત્પાદક ભઠસ્ના શેરમાં પણ છેલ્લા એક મહિનામાં ૨૫ ટકાથી વધુ ઘટાડો થયો છે. મેટાએક્સ ઈન્ટીગ્રેટેડ સર્કિટ્સ અને મૂર થ્રેડ્સ ટેકનોલોજીના શેરમાં પણ જુલાઈથી આશરે ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ બંને કંપનીઓના શેર લિસ્ટિંગના પહેલા દિવસે અનુક્રમે ૭૦૦ ટકા અને ૪૦૦ ટકા વધ્યા હતા.
બીજી તરફ, ડેટા સેન્ટરમાં ઉપયોગમાં લેવાતા ઓપ્ટિકલ કમ્પોનન્ટ બનાવતી ઝ્હોંગજી ઈનોલાઈટ્સ અને ઈપ્ટોલિંક ટેકનોલોજીના શેર જૂન-જુલાઈના રેકોર્ડ સ્તરેથી આશરે ૬૦ ટકા ઘટયા છે. અમેરિકામાં ચીનની કંપનીઓને ડેટા સેન્ટરનાં સાધનો પૂરા પાડવા પર સંભવિત પ્રતિબંધની ચિંતાએ પણ આ ઘટાડામાં ભાગ ભજવ્યો છે.