'ઈરાનની સેન્ટ્રલ બેંકને ઈઝરાયલે જાહેર કરી આતંકવાદી સંગઠન', સીઝફાયર બાદ પણ ઉકળતો ચરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel On Iran's Central Bank : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયુ છે. પરંતુ તેમ છતાં બંને દેશો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યુ છે. આ દરમિયાન ઈઝરાયલે ઈરાનના સેન્ટ્રલ બેંકને આંતકી સંગઠન જાહેર કર્યુ છે. ઈઝરાયલે આરોપ લગાવ્યો છે કે, ઈરાનની સેન્ટ્રલ બેંક આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડિંગ કરી રહ્યુ છે. આમ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના 12 દિવસના યુદ્ધ પછી એક મહત્ત્વપૂર્ણ ઘટના સામે આવી છે.
ઈઝરાયલના રક્ષા મંત્રીએ શું કહ્યું?
ઈઝરાયલના રક્ષા મંત્રી ઈઝરાયલ કાર્ટજે ટ્વીટ કરીને કહ્યું કે, 'મોસાદ અને રાષ્ટ્રીય આર્થિક યુદ્ધ મુખ્યાલયની વિનંતી પર, મેં ઈરાનની સેન્ટ્રલ બેંકને આતંકવાદી સંગઠન જાહેર કરતા એક ખાસ આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જેનો હેતુ ઈરાની આતંકવાદી શાસનની નાણાકીય વ્યવસ્થાના મૂળ પર પ્રહાર કરવાનો છે.'
તેમણે કહ્યું કે, 'ઈરાનની સેન્ટ્રલ બેંક એવુ માધ્યમ છે કે જે આતંકવાદને લઈને અરબો ડોલરનું રોકાણ કરે છે. અમે એવી જગ્યાએ હુમલો કરીશુ કે જ્યાં અયાતુલ્લા શાસનને સૌથી વધુ નુકસાન પહોંચાડે. હિઝબુલ્લાહના આતંકવાદ, હુથી, ઇરાકી શિયા લશ્કર, હમાસ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ મારફતે બેંક ભંડોળ પૂરું પાડે છે. આતંકવાદમાં શામેલ ઈરાનના કોઈપણ સરકારી એજન્સીને છૂટ નહી મળે.'
આ પણ વાંચો: ટ્રમ્પની ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની યોજના કેટલી હદે ટકશે? જાણો નિષ્ણાતોનો મત
જ્યારે યુદ્ધવિરામના ઉલ્લંઘન મામલે ઈઝરાયલના રક્ષા મંત્રી કાર્ટજે કહ્યું કે, 'ઈઝરાયલના સુરક્ષાદળોને નિર્દેશ કરવામાં આવ્યો છે કે, જો ઈરાન સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરે છો તો તે પૂર તાકાત સાથે તેનો જવાબ આપશે.'
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કાર્ટજે કહ્યું કે, 'મે વડાપ્રધાન સાથે સંકલન કરીને આઈડીએફને નિર્દેશ કર્યો છે કે, તેમણે મધ્ય તેહરાનમાં શાસનના ઠેકાણાઓ પર તીવ્ર હુમલાઓથી ઈરાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનનો જોરદાર જવાબ આપવો જોઈએ. કેન્દ્રીય બેંકને આતંકી સંગઠન જાહેર કરવાનો અર્થે એ છે કે, હવે ઈઝરાયલની કોઈપણ કંપની આ બેંક પાસેથી લેતી-દેતી નહી કરી શકે.'









