એક મહિનો શાંતિ રહ્યા બાદ ફરી યુદ્ધ શરૂ, અમેરિકાની એર સ્ટ્રાઈક બાદ ઈરાને ઝીંકી મિસાઈલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA and Iran War Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહિનાની શાંતિ બાદ ફરી એકવાર ભયાનક યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકન સેનાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિત ઈરાનના લારક ટાપુ પર મોટો હુમલો કર્યો છે, જેના જવાબમાં ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર મિસાઈલો અને ડ્રોન વડે પલટવાર કર્યો છે.
લારક ટાપુ પર અમેરિકાનો મોટો હુમલો
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મુજબ, હોર્મોઝ જળમાર્ગમાં જહાજોની સુરક્ષા જાળવી રાખવા માટે આ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જવાનો લારક ટાપુ પર એવા રોકેટ તૈયાર કરી રહ્યા હતા જે દરિયાઈ માઈન્સ (બારૂદી સુરંગો) ને હીટ કરી શકે. આ હુમલામાં અનેક સૈનિકો અને નાગરિકોના મોત થયા છે તથા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈરાને અમેરિકન એરબેઝને બનાવ્યા નિશાન
અમેરિકન હુમલાના થોડા જ કલાકોમાં ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જોર્ડનમાં આવેલા અમેરિકા સંચાલિત 'કિંગ હુસૈન એરબેઝ' અને 'અલ-અઝરક એરબેઝ' પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કર્યા છે. ઈરાની મીડિયાના દાવો છે કે આ હુમલાથી અમેરિકન ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુદ્ધ વિમાનોના મથકોને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે અમેરિકાએ દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી.
હોર્મુઝ જળમાર્ગ બન્યો જંગનું મેદાન
છેલ્લા 6 મહિનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક એવો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આ યુદ્ધનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે. 29 જુલાઈ પછી અમેરિકાનો ઈરાન પર આ પહેલો સીધો સૈન્ય હુમલો છે.
પ્રમુખ ટ્રમ્પ પર વધતું રાજકીય દબાણ
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી મિડ ટર્મ ચૂંટણીઓ પહેલા ઈરાન સાથે વધી રહેલા યુદ્ધને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ પર રાજકીય દબાણ વધી રહ્યું છે. ડેમોક્રેટિક સીનેટરોનું કહેવું છે કે 6 મહિનાનો સમય વિતવા છતાં પણ યુદ્ધનો કોઈ ચોક્કસ ધ્યેય પ્રાપ્ત થયો નથી અને તેનાથી મિડલ ઈસ્ટમાં અમેરિકાની સ્થિતિ નબળી પડી છે.




