Get The App

‘અમારી પાસે પરમાણુ હથિયાર નથી છતાં અમે અમેરિકા-નાટોને...’ તાલિબાન સરકારની પાકિસ્તાનને ધમકી

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
‘અમારી પાસે પરમાણુ હથિયાર નથી છતાં અમે અમેરિકા-નાટોને...’ તાલિબાન સરકારની પાકિસ્તાનને ધમકી 1 - image


Taliban Government Warns Pakistan : અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિવાદ ટાળી શાંતિ સમજૂતી કરાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે, બંને દેશોને શાંત પાળવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હસ્તક્ષેપ કરી ચુક્યા છે, એટલું જ નહીં તૂર્કેઈ અને કતાર પણ અફઘાનિસ્તાન-પાકિસ્તાનને સમજાવી ચુક્યા છે, છતાં બંને દેશોએ એક બીજાને ધમકી આપવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં જ તાલિબાન સરકારે પાકિસ્તાનને ધમકી આપી કહ્યું છે કે, ‘ભલે અમારી પાસે પરમાણુ હથિયાર નથી છતાં અમારા લોકો કોઈની પણ સામે ઝુંકશે નહીં.’

તાલિબાને અમેરિકા, નાટોનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પર સાધ્યું નિશાન

અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીએ એક ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનને ચેતવણી આપી છે. કાનીએ કહ્યું છે કે, ‘અમે પાકિસ્તાનને એવો જવાબ આપીશું, જે અન્ય લોકો માટે સબક સમાન હશે. એ વાત સાચી છે કે, અમારી પાસે પરમાણુ હથિયાર નથી, પરંતુ નાટો પાસે હતા, અમેરિકા પાસે હતા, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 20 વર્ષ સુધી લડાઈ કરી, તમામ પ્રકારના હથિયારોનો ઉપયોગ કર્યો. તમારી પાસે (પાકિસ્તાન) પણ ઓછા-વધુ હથિયારો છે, પરંતુ તમારે એ ન ભૂલવું જોઈએ કે, અફઘાનિસ્તાનના લોકો ક્યારેય કોઈની સામે ઝુંકશે નહીં.’

આ પણ વાંચો : અફઘાનિસ્તાન સાથે સમાધાન ન થતાં પાકિસ્તાન બેબાકળું, ભારત પર લગાવ્યા ગંભીર આરોપ

અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે ઓક્ટોબરની શરૂઆતથી જ ઘર્ષણ

પાકિસ્તાને તેની સેના પર થયેલા અનેક હુમલાઓ માટે અફઘાનિસ્તાનના આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. પાકિસ્તાનનો આરોપ છે કે તાલિબાન આ આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે અને ટેકો આપી રહ્યું છે. જે લાંબા સમયથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવનું કારણ રહ્યું છે. ઑક્ટોબરની શરુઆતમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર પર બંને દેશોની સેના વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારબાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હવાઈ હુમલો કર્યો હતો. આતંકવાદી ઠેકાણાંને ટાર્ગેટ કર્યા હતા. તેના જવાબમાં તાલિબાને પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. થોડા દિવસ સુધી ચાલેલા આ યુદ્ધ બાદ તૂર્કિયે, કતાર અને અન્ય દેશોએ મળીને બંને વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું. જોકે તેમ છતાં બંને દેશો એકબીજાને ધમકી આપી રહ્યા છે, જેના કારણે આગામી સમયમાં બંને દેશો વચ્ચે ફરી યુદ્ધ થવાના એંધાણ લાગી રહ્યા છે.

આ પણ વાંચો : ઇસ્લામાબાદને જ નિશાન બનાવીશું, અફઘાનની ચેતવણી : તૂર્કી પણ સમાધાન કરાવી શક્યું નથી

Tags :