World

ઉઈધર ઉપર ચીન દ્વારા થતાં પ્રચંડ દબાણો અને ઊઈધર બાળકોના પણ અધિકારો છીનવી લેવાના બૈજિંગ ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
વર્લ્ડ ઊઈધર કોંગ્રેસે ચીન સામે વિશ્વસ્તરે ઝુંબેશ તેજ કરી છે. યુએનની 63મી માનવ અધિકાર પરિષદમાં ઉપપ્રમુખ ઝૂમરેનેય આરકીને ઝિંગગ્યાંગમાં માનવ અધિકાર ભંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. જર્મનીમાં યુરોપિયન પાર્લામેન્ટમાં પણ ચીન દ્વારા ઊઈધરો પર થતા અત્યાચારો વર્ણવાયા. ઈસ્તંબુલમાં આંતરરાષ્ટ્રીય મહિલા મીટિંગમાં 50થી વધુ ઊઈધર મહિલાઓએ ભાગ લઈ સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉઈધર ઉપર ચીન દ્વારા થતાં પ્રચંડ દબાણો અને ઊઈધર બાળકોના પણ અધિકારો છીનવી લેવાના બૈજિંગ ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા

મ્યુનિચ : વર્લ્ડ ઊઈધર કોંગ્રેસે ડબલ્યુ યુ.સી.એ વિશ્વ સ્તરે તેની ઝુંબેશ વધારી દીધી છે. તેણે ચીન દ્વારા થતાં માનવ અધિકાર ભંગ સામે આક્રોશ ઠાલવવો શરૂ કર્યો છે. સાથે ઊઈધર બાળકોની ઉપર પણ થતાં બૈજિંગનાં દબાણોની સપ્ટેમ્બર ૨૦૨૬ના ન્યૂઝ લેટરમાં આક્રોશ ઠાલવ્યો છે.
તે ન્યૂઝ લેટર પ્રમાણે વર્લ્ડ ઊઈધર કોંગ્રેસના ઉપપ્રમુખ ઝૂમરેનેય આરકીને યુ.એન.ની હ્યુમન રાઇટસની ૬૩મી પરિષદમાં સભ્ય દેશોને પૂર્વતાર્તારી પ્રદેશ (ઝિંગગ્યાંગ)માં બૈજિંગ દ્વારા ખુલ્લેઆમ થતા માનવ અધિકાર ભંગનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સપ્ટેમ્બરના મધ્યભાગમાં જર્મનીનાં સ્ટ્રાસબર્ગમાં મળેલી યુરોપિયન પાર્લામેન્ટની બેઠકમાં ડબલ્યુ.યુ.સી. અને યુ.ઝેડ.ડી.એમ.ના પ્રતિનિધિઓએ ચાયના દ્વારા ઉઈધર્સ ઉપર કરાતા જુલ્મોની કરૂણાંતિકાઓ કહી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ચીન ઉઈધર્સ વિસ્તારમાં નરસંહાર કરી રહ્યું છે. આ સામે ઊઈધર્સે ઉઠાવેલી ઝુંબેશની ૧૦મી જયંતિ સમયે આકીને આ વક્તવ્ય આપ્યું હતું.
આ ઉપરાંત ઉઈધર વીમેન્સ કમિટીએ ઈસ્તંબુલમાં સપ્ટે. ૧૨-૧૩ના દિવસે યોજાયેલી ઈન્ટરનેશનલ વીમેન્સ મીટીંગમાં ૫૦થી વધુ ઊઈધર મહિલાઓએ ભાગ લીધો હતો. તેમાં ઊઈધર મહિલાઓની સલામતી, આરોગ્ય વિષે પણ ચિંતા દર્શાવી હતી. તેમજ સ્વેચ્છાએ દેશ છોડી જનારી ઊઈધર મહિલાઓની આરોગ્ય અંગેની સ્થિતિ તથા સલામતી વિષે પણ ચિંતા દર્શાવાઈ હતી.
વર્લ્ડ ઊઈધર કોંગ્રેસે તે ન્યૂઝ લેટરમાં આગળ જણાવ્યું હતું કે ૨૮ જેટલા માનવ અધિકાર સંગઠનોએ અમોને પુષ્ટિ આપી છે. આ ખુલ્લો પત્ર વાસ્તવમાં શી-જિનપિંગ વોશિંગ્ટન ગયા તે પહેલાં પ્રસિદ્ધ કરાયો હતો.