For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અનોખું મેટ્રો સ્ટેશન જયાં બાજ બજાવે છે કબૂતર ભગાડવાની ડયૂટી, લોકો પડાવે છે સેલ્ફી

કબૂતર ગંદકી ફેલાવતા હોવાથી છેવટે બાજની મદદ લેવામાં આવી

બાજની બાજ નજર કબૂતરોને આસપાસ ફરકવા દેતી નથી.

Updated: Aug 17th, 2022

Article Content Image

સાન ફ્રાન્સિસ્કો,17 ઓગસ્ટ,2022,બુધવાર 

આમ તો મેટ્રો સ્ટેશન જેવા સાર્વજનિક સ્થળોએ લોકોની સુરક્ષા માટે સિકયોરિટી ગાર્ડ તૈનાત રાખવામાં આવે છે પરંતુ એક અનોખું સ્ટેશન જયાં કબૂતરોને ભગાડવા માટે બાજને રાખવામાં આવ્યું છે. કેલિફોર્નિયાના સૈન ફ્રાન્સિસ્કો એરિયાના મેટ્રો સ્ટેશનમાં ખુદ બાજ જ બાજનજર રાખે છે. આ બાજુનું નામ પેક મેન છે જે એલ સેરિટો ડેલ નોર્ટે સ્ટેશન પર જોવા મળે છે. સ્ટેશન વિસ્તારમાં કબૂતરોનો ખૂબ ત્રાસ છે. કબૂતરની ચરકથી ગંદકી ખૂબ ફેલાય છે.

બાજનું કબૂતરોને ગંદકી ફેલાવતા અટકાવવા માટે સ્ટેશન બહાર તગડી મૂકે છે. કબૂતર આમ તો શાંત અને ભોળુ પક્ષી છે, શાંતિનું પ્રતિક છે પરંતુ સ્ટેશનની છત  અને ખૂણે ખાંચરે બેસીને ચરકતા હોવાની ફરિયાદ વધી ગઇ હતી. રોજ આવન જાવન કરતા પ્રવાસીઓ પરેશાન થતા હતા. આથી સ્ટેશન પ્રશાસને બાજને ચોકી સોંપી દેવી પડી છે. તાલીમ પાંમેલુ બાજ કબૂતરોને બેસવા દેતું નથી. સ્ટેશન આસપાસ પહેલા કરતા કબૂતરોની સંખ્યા અડધી થઇ ગઇ છે. જે કબૂતરો સતત બેસી રહેતા તે હવે બાજને જોઇને પાંખો ફફડાવતા ઉડી જાય છે. પેકમેન બાજ પ્રવાસીઓનું મિત્ર બની ગયું છે કેટલાક તેની સાથે સેલ્ફી પણ પડાવે છે. કબૂતરોને જોઇને ગુસ્સામાં આવી જતું આ બાજ માણસો સાથે મિત્રવત વ્યહવાર કરે છે.    

Gujarat