World

અકળાયેલા ઇરાને યુએઈથી લઈને કતાર, બહેરીન અને જોર્ડનમાં અમેરિકન ઠેકાણા હચમચાવ્યાં

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ ગંભીર બનતા અમેરિકા પર ઈરાને વળતો પ્રહાર કર્યો છે. ઈરાને ખાડી દેશોમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરતા કતાર, UAE, કુવૈત, બહેરીન અને જોર્ડનમાં તણાવ વ્યાપ્યો છે. કતારે નાગરિકોને ઘરમાં રહેવા અપીલ કરી છે, જ્યારે UAE એ ઈરાનની મિસાઈલો અને ડ્રોન હવામાં જ ધ્વસ્ત કર્યા. અન્ય દેશો પણ હાઈ એલર્ટ પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અકળાયેલા ઇરાને યુએઈથી લઈને કતાર, બહેરીન અને જોર્ડનમાં અમેરિકન ઠેકાણા હચમચાવ્યાં
IMAGE - IANS

Iran US conflict: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ, ઈરાને વળતો પ્રહાર કર્યો છે. ઈરાને ખાડી દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ફેલાઈ ગયો છે. આ ગંભીર સુરક્ષા સંકટને જોતા ખાડીના દેશો પોતાની સુરક્ષા મજબૂત કરવા અને હવાઈ હુમલાનો સામનો કરવા માટે કમર કસી રહ્યા છે.

કતારમાં ઇમરજન્સી સુરક્ષા ઍલર્ટ, નાગરિકોને ઘરમાં રહેવા અપીલ

ખાડી ક્ષેત્રમાં વધતા જતા સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને કતારના આંતરિક મંત્રાલયે હાઈ ઍલર્ટ જાહેર કર્યું છે અને દેશમાં ખતરાનું સ્તર ઘણું ઊંચું હોવાનું જણાવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રવિવારે કતાર સરકારે દોહા સહિત દેશભરના નાગરિકો અને પ્રવાસીઓના મોબાઈલ પર એક ઈમરજન્સી સુરક્ષા મેસેજ મોકલ્યો છે. મંત્રાલયે લોકોને ખાસ અપીલ કરી છે કે કોઈ પણ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળે અને હવાઈ હુમલાના સંભવિત જોખમથી બચવા માટે પોતાના ઘરો કે સુરક્ષિત સ્થળોએ જ રહે. આ દરમિયાન રાજધાની દોહામાં સ્થાનિક લોકો દ્વારા જોરદાર ધડાકાના અવાજો પણ સાંભળવા મળ્યા છે.

UAE દ્વારા ઈરાનની મિસાઈલો અને ડ્રોન હવામાં જ ધ્વસ્ત

આ દરમિયાન યુનાઇટેડ આરબ એમિરેટ્સના સંરક્ષણ મંત્રી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે યુએઈના વિસ્તારોમાં જે વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા, તે વાસ્તવમાં ઈરાની મિસાઈલોને તોડી પાડવાનો અવાજ હતો. યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે દેશના અલગ-અલગ ભાગોમાં ઈરાન તરફથી છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઈલો, ક્રૂઝ મિસાઈલો અને આક્રમક ડ્રોનને હવામાં જ સફળતાપૂર્વક ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરી દીધા છે.

અન્ય ખાડી દેશોમાં પણ હડકંપ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર ઈરાનના આ જવાબી હુમલા બાદ ખાડીના અન્ય અગ્રણી દેશોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કતાર અને યુએઈ ઉપરાંત કુવૈત, બહેરીન અને જોર્ડનમાં પણ મોટા ધડાકાના અવાજો સંભળાયા હોવાના અહેવાલો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા આ તમામ દેશો હાઈ ઍલર્ટ પર છે અને સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરી રહ્યા છે.