World

ભયાનક VIDEO : ‘મેડ ઈન ચાઈના’ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ, બાંગ્લાદેશના 2 સૈનિકોના દર્દનાક મોત

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં સેનાના ફિલ્ડ ફાયરિંગ અભ્યાસ દરમિયાન ચીનમાં બનેલા Type 59 ટેન્કમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 2 જવાનો શહીદ થયા અને 1 અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા છે. ચટ્ટોગ્રામના હથાઝારી ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં બનેલી આ ઘટના પાછળનું કારણ જાણવા ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભયાનક VIDEO : ‘મેડ ઈન ચાઈના’ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ, બાંગ્લાદેશના 2 સૈનિકોના દર્દનાક મોત

Bangladesh Tank Explosion : બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ફિલ્ડ ફાયરિંગ અભ્યાસ દરમિયાન સેનાના એક ટેન્કમાં ભીષણ વિસ્ફોટ થવાથી બે જવાનોના મોત થયા છે અને એક અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના ચટ્ટોગ્રામના હથાઝારી ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં બની હતી.

ચાઈનિઝ ટેન્કમાં અચાનક વિસ્ફોટ

બાંગ્લાદેશના ઈન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ ડિરેક્ટોરેટ (ISPR)ના જણાવ્યા અનુસાર, સૈનિકો ફિલ્ડ ફાયરિંગ અભ્યાસ દરમિયાન ટેન્કથી ગોળીબાર કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ટેન્કમાં ધડાકો થયો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ટેન્ક અચાનક મોટા અવાજ સાથે વિસ્ફોટ બાદ ધુમાડામાં ઘેરાઈ ગઈ હતી અને ત્યારબાદ જવાનો રાહત તથા બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.

બે જવાનોના મોત અને એક અધિકારી ઘાયલ

'ધ ડેઈલી સ્ટાર'ના અહેવાલ મુજબ, દુર્ઘટના સમયે ટેન્કની અંદર રહેલા બે સૈનિકોના મોત થયા છે, જ્યારે બાંગ્લાદેશ સેનાનો એક અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ અધિકારીને વધુ સારવાર માટે હેલિકોપ્ટર ખસેડવામાં આવ્યા છે.

ચીનમાં વિકસિત Type 59 ટેન્કમાં થયો વિસ્ફોટ

આ દુર્ઘટનાનો ભોગ બનેલો ટેન્ક મૂળ રૂપે ચીનમાં વિકસિત Type 59 ટેન્ક છે, જેનો ઉપયોગ બાંગ્લાદેશી સેના દ્વારા કરવામાં આવે છે. હાલમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, આ વિસ્ફોટ ટેન્કની કોઈ ટેક્નિકલ ખામીના કારણે થયો હતો કે ગોળા-બારૂદની સમસ્યાના કારણે.

ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ

ઘટનાની જાણ થતા જ સૈન્ય વહીવટી તંત્ર દ્વારા વિસ્ફોટના ચોક્કસ કારણો જાણવા માટે જરૂરી પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ISPR દ્વારા ટૂંક સમયમાં આ દુર્ઘટના પાછળના વાસ્તવિક કારણો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે તેવી અપેક્ષા છે.