World

VIDEO: અમેરિકાની ચિંતા વધારતી ત્રિપુટી! કિર્ગિસ્તાનમાં જૂના મિત્રોની જેમ મળ્યા ભારત, રશિયા અને ચીનના વડા

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
કિર્ગિસ્તાનના બિશકેકમાં યોજાયેલી 26મી SCO સમિટ વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની. આ સમિટમાં ભારત, રશિયા અને ચીનના નેતાઓ એક મંચ પર સાથે જોવા મળ્યા. વડાપ્રધાન મોદી, પુતિન અને શી જિનપિંગે હસતાં-હસતાં એકબીજાને ઉષ્માભેર મળ્યા, જેનો વીડિયો વાયરલ થયો. આ મુલાકાતને વૈશ્વિક નેતૃત્વના મજબૂત સંદેશ તરીકે જોવાય છે અને આગામી BRICS સમિટ પહેલાં તેનું મહત્ત્વ વધ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: અમેરિકાની ચિંતા વધારતી ત્રિપુટી! કિર્ગિસ્તાનમાં જૂના મિત્રોની જેમ મળ્યા ભારત, રશિયા અને ચીનના વડા

PM Modi Meets Putin and Xi Jinping at Bishkek: કિર્ગિસ્તાનના બિશકેકમાં આયોજિત 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ વૈશ્વિક રાજકારણની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ બની રહી. આ સમિટમાં ભારત, રશિયા અને ચીન એક જ મંચ પર એકસાથે જોવા મળ્યા હતા. આ ત્રણેય દેશોની ભાગીદારી આંતરરાષ્ટ્રીય સ્તરે હંમેશાં મોટા સમીકરણો સર્જે છે અને આ વખતે પણ ત્રણેય નેતાઓની મુલાકાતનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

જૂના મિત્રોની જેમ હસતાં-હસતાં મળ્યા ત્રણેય નેતાઓ

સમિટ દરમિયાન જ્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ એક તરફથી આવી રહ્યા હતા, ત્યારે સામે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઊભા હતા. ત્રણેય નેતાઓ સામસામે આવતાં જ ખૂબ જ ઉષ્માભેર એકબીજાને મળ્યા હતા. પીએમ મોદીએ પુતિન અને શી જિનપિંગનો હાથ પકડીને વાતો કરી હતી. આ ક્ષણને વૈશ્વિક મીડિયામાં ભવિષ્યના વૈશ્વિક નેતૃત્વના એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહી છે.

BRICS સમિટ પહેલાંની આ મહત્ત્વપૂર્ણ મુલાકાત

છેલ્લા કેટલાક સમયમાં ચીન, ભારત અને રશિયાના શીર્ષ નેતૃત્વ વચ્ચેની આ સતત બીજી મોટી મુલાકાત છે. આગામી સમયમાં ત્રણેય નેતાઓ ફરી એકવાર BRICS સમિટમાં મળવાના છે, જેનું યજમાનપદ આ વખતે ભારત કરી રહ્યું છે. ભારતમાં યોજાનારી આ સમિટમાં રશિયન પ્રમુખ હાજર રહેવાના છે, જ્યારે ચીનના પ્રમુખ પણ હાજરી આપે તેવી શક્યતા છે.

વૈશ્વિક સ્તરે SCO સંગઠનનું મહત્ત્વ

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં કુલ 10 સભ્ય દેશો સામેલ છે, જે વિશ્વની કુલ GDPના લગભગ 25% હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંગઠન આંતરરાષ્ટ્રીય નિયમો અને પરસ્પર હિતોના આધારે સભ્ય દેશો વચ્ચે મિત્રતા, ભાઈચારો અને લાંબાગાળાના સહયોગને મજબૂત કરવાનું કામ કરે છે. ભારત, રશિયા અને ચીન ઉપરાંત પાકિસ્તાન, ઈરાન અને કિર્ગિસ્તાન જેવા દેશો પણ આ સંગઠનનો હિસ્સો છે.