World

દુનિયાની 10 સૌથી શક્તિશાળી સેનામાં ભારતનું સ્થાન ચોંકાવનારું, પાકિસ્તાનની હાલત દયનીય

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
'ગ્લોબલ ફાયરપાવર'ના તાજેતરના રેન્કિંગ મુજબ, વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓની યાદી જાહેર થઈ છે. અમેરિકા પ્રથમ, રશિયા બીજા અને ચીન ત્રીજા સ્થાને છે. ભારત 14,55,550 સક્રિય સૈનિકો સાથે ચોથી સૌથી શક્તિશાળી સેના બન્યું છે. 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ સ્વદેશી ટૅક્નોલૉજી પર ભાર મૂકાઈ રહ્યો છે. પાકિસ્તાન ટોપ-10માંથી બહાર રહી 14મા ક્રમે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયાની 10 સૌથી શક્તિશાળી સેનામાં ભારતનું સ્થાન ચોંકાવનારું, પાકિસ્તાનની હાલત દયનીય
IMAGE - IANS

Global Firepower 2026: કોઈપણ દેશનો વૈશ્વિક સ્તરે પ્રભાવ માત્ર તેની આર્થિક સ્થિતિથી નક્કી થતો નથી, પરંતુ દેશની સેના તેનું સાચું સામર્થ્ય અને સુરક્ષાનું પ્રતિક હોય છે. મજબૂત સેના દેશને વધુ સશક્ત બનાવે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા 'ગ્લોબલ ફાયરપાવર'(GFP)ની તાજેતરની રેન્કિંગ અનુસાર, વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ દેશોના સૈન્ય બળનું સ્થાન નક્કી થયું છે.

ટોપ-3માં અમેરિકા, રશિયા અને ચીનનું વર્ચસ્વ

વિશ્વમાં સૌથી શક્તિશાળી સેનાના મામલે અમેરિકા પ્રથમ ક્રમે છે. 0.0741ના પાવર ઇન્ડેક્સ, 13.28 લાખ એક્ટિવ સૈનિકો અને સૌથી વધુ સંરક્ષણ બજેટ સાથે અમેરિકા ઍડ્વાન્સ ટૅક્નોલૉજીમાં પણ આગળ છે. રશિયા બીજા સ્થાને છે, જે 13.20 લાખના સૈન્ય બળ અને આધુનિક તકનીકથી અમેરિકાને ટક્કર આપે છે. જ્યારે ચીન 20.35 લાખના વિશાળ સૈન્ય બળ અને સતત વધતા સંરક્ષણ બજેટ સાથે ત્રીજા સ્થાને છે.

ભારત વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના

આ યાદીમાં ભારત ચોથું સ્થાન ધરાવે છે. ભારત પાસે 14,55,550 એક્ટિવ સૈનિકો છે અને તેની થલ સેના વિશ્વની સૌથી મોટી સેનાઓમાંથી એક છે. 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ટૅક્નોલૉજી અને હથિયારો પર ભરોસો વધારવામાં આવી રહ્યો છે, જેનાથી ભારતની સૈન્ય તાકાત સતત મજબૂત થઈ રહી છે.

દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને જાપાનનો દબદબો

યાદીમાં દક્ષિણ કોરિયા 6 લાખ એક્ટિવ સૈનિકો અને અત્યાધુનિક નૌસેના સાથે પાંચમા ક્રમે છે. ફ્રાન્સ એરફોર્સ અને ઍડ્વાન્સ ડિફેન્સ ટૅક્નોલૉજીના બળે છઠ્ઠા સ્થાને છે. જાપાન હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન માટે મોટો પડકાર બનીને સાતમા ક્રમે રહ્યું છે.

યુકે, તૂર્કિયે અને ઈટાલી ટોપ-10માં સામેલ

યુનાઈટેડ કિંગડમ(યુકે) પોતાની મજબૂત નૌસેના અને 2 લાખ સૈનિકો સાથે આઠમા ક્રમે છે. તૂર્કિયે 3.55 લાખથી વધુ એક્ટિવ સૈનિકો, મોટી સંખ્યામાં રિઝર્વ બળ અને 2200થી વધુ ટેન્ક-તોપો સાથે નવમા ક્રમે છે, જે ઇસ્લામિક દેશોમાં સૌથી શક્તિશાળી સેના ધરાવે છે. ઈટાલી પોતાની સશક્ત નૌસેના અને 2.20 લાખ સૈનિકો સાથે 10મા સ્થાને છે.

ટોપ-10માંથી બહાર પાકિસ્તાન

વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓની ટોપ-10 યાદીમાં પાકિસ્તાનને સ્થાન મળ્યું નથી. 6.60 લાખ એક્ટિવ સૈનિકો ધરાવતું પાકિસ્તાન આ ગ્લોબલ રેન્કિંગમાં 14મા ક્રમે આવે છે.