World

ટ્રમ્પને ભેટમાં મળી હનુમાન ચાલીસા! જાણો વ્હાઇટ હાઉસમાં દિવાળીની ભવ્ય ઉજવણીમાં કોણ સામેલ થયા

By GS Team
7 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે દિવાળીની ભવ્ય ઉજવણી કરી. ટ્રમ્પે પરંપરાગત દીવો પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કર્યો. આ પ્રસંગે વિદેશ મંત્રી માર્કો રુબિયો, ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, ટેક ઉદ્યોગપતિ વિશાલ ગોંડલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલે ટ્રમ્પને હનુમાન ચાલીસા ભેટ આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પને ભેટમાં મળી હનુમાન ચાલીસા! જાણો વ્હાઇટ હાઉસમાં દિવાળીની ભવ્ય ઉજવણીમાં કોણ સામેલ થયા
IMAGE -x.TulsiPotus

White House Diwali celebration: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે દિવાળીની ભવ્ય ઉજવણી કરી હતી.

ઓવલ ઓફિસમાં દિવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં એક આયોજિત ખાસ કાર્યક્રમ દરમિયાન પરંપરાગત દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણીની શરૂઆત કરી હતી. આ ખાસ પ્રસંગે વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી કમિશનર અર્જુન મોદી સહિતના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.

ભારત-અમેરિકાના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત

આ ઉજવણીમાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, જાણીતા શેફ વિકાસ ખન્ના, ટેક ઉદ્યોગપતિ વિશાલ ગોંડલ, આઈબીએમ (IBM)ના સીએમડી અર્વિંદ કૃષ્ણા, એફબીઆઈ (FBI) ડિરેક્ટર કશ પટેલ અને માઈક્રોન ટેકનોલોજીના સંજય મેહરોત્રા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર જય ભટ્ટાચાર્ય, રૂબી ઢલ્લા, રાજીવ શર્મા, વિશ્વજીત મલ્લામ્પાટી, હેતલકુમાર પટેલ અને વ્હાઈટ હાઉસના ઈવેન્ટ્સ અશર અર્વિંદ ચઢ્ઢા પણ હાજર રહ્યા હતા.

ટ્રમ્પને ભેટમાં આપી હનુમાન ચાલીસા

GOQii ટેકનોલોજીના સ્થાપક વિશાલ ગોંડલે પ્રમુખ ટ્રમ્પ સાથે દિવાળી ઉજવવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસવીરો શેર કરતા જણાવ્યું હતું કે, 'પ્રમુખ ટ્રમ્પને હનુમાન ચાલીસા ભેટમાં આપવાની તક મળી જે ખૂબ જ ગૌરવની ક્ષણ છે.' તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધો અને અંધકાર પર પ્રકાશના વિજય માટે પ્રાર્થના કરી હતી.

અમેરિકામાં વ્હાઈટ હાઉસ ખાતે દિવાળીનો ઈતિહાસ

વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવવાની પરંપરાની શરૂઆત વર્ષ 2003માં પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશે કરી હતી. શરૂઆતના વર્ષોમાં આ કાર્યક્રમો આઈઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં યોજાતા હતા. ત્યારબાદ વર્ષ 2009માં પ્રમુખ બરાક ઓબામા વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાં દીવો પ્રગટાવનારા પ્રથમ અમેરિકન પ્રમુખ બન્યા હતા. ત્યારથી વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસ અને રૂઝવેલ્ટ રૂમ જેવા મુખ્ય સ્થળોએ દીપોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવે છે.