World

જાપાનના ઉત્તરના ભાગમાં 7.4 અંકનો ભૂકંપ : આશરે 3 ફીટ ઊંચા સુનામી ઉછળ્યા

By GS TEAM
20 Apr 20261 min read
જાપાનના ઉત્તરના ભાગમાં 7.4 અંકનો ભૂકંપ : આશરે 3 ફીટ ઊંચા સુનામી ઉછળ્યા

- ઉત્તર જાપાનના ઇવાને પ્રીફેકેચરમાં આવેલા મિયાગી અને કુકુશીમા વિસ્તારની દક્ષિણે ધરતીકંપનું એપી સેન્ટર હતું

ટોક્યો : સોમવારે સવારે સાડા પાંચ વાગે (સ્થાનિક સમય પ્રમાણે)  જાપાનના ઉત્તરના વિસ્તારોમાં ૭.૪ અંકનો જોરદાર ભૂકંપ થયો હતો. પરિણામે સુનામી પણ ઉછળ્યાં હતાં પરંતુ તે સુનામી બહુ જોરદાર ન હતા આશરે ત્રણેક ફીટ જેટલાં જ ઉંચા હતા. તેમ જાપાનની મીટીરીયોલોજીકલ એજન્સી (હવામાન વિભાગ) જણાવે છે.

પૂર્વે સરકારે ૩ મીટર ઉંચા (આશરે ૧૦ ફીટ) સુનામી આવશે તેવી પણ ચેતવણી આપી હતી. સરકારે ઉત્તર અને દક્ષિણ હોકૈકો ટાપુ સ્થિત ઇવાને અને આસોમોરી વિસ્તારોમાં સુનામીની ચેતવણી આપી હતી.

સૌથી પહેલાં ઇવાને પ્રીફેક્ચર (પ્રાંત)ના કુજી પોર્ટમાં સવારે ૫-૩૪ કલાકે (સ્થાનિક સમય પ્રમાણે) સુનામી મોજાં જોવા મળ્યા હતાં તેમ જાપાનની મીટીરીઓલોજીકલ એજન્સી (જે.એન.એ.)એ જણાવ્યું હતું. આ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે, તે પહેલા આજે (સોમવારે) સવારે ૫-૩૨ કલાકે ૭૦ સેન્ટીમીટરના સુનામી ઉછળ્યા હતા. તે પછી નાના સુનામી-૪૦ સેન્ટીમીટરનો- (૧.૩ ફીટ) જેટલાં જ મોજાં ઉછળ્યા હતાં.

આ માહિતી આપતા એસોસિએટેડ ફ્રી પ્રેસ (એએફપી) જણાવે છે કે જાપાનના હવામાન વિભાગે વધુમાં મિયાગી અને કુકુશીમાના સમુદ્રતટના વિસ્તારોમાં હજી પણ ધીમી ધરતીકંપના આંચકા વાગવાની ભીતિ છે. તેથી સમુદ્રતટ વિસ્તારના લોકોને સુનામીથી બચવા તટ વિસ્તાર છોડી અંદરના ભાગમાં ચાલ્યા જવા જણાવ્યું હતું.

આ ધરતીકંપને લીધે મકાનો હલી ઉઠયા હતા પરંતુ જાનમાલની કોઈ નુકસાની હજી સુધી જાણવા મળી નથી.