World

યુરોપમાં કાળઝાળ ગરમીથી 50 હજાર લોકોનાં મોત, 854 શહેરોમાં હીટવેવથી લોકો ત્રાહીમામ

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
નેચર હેલ્થના અહેવાલ મુજબ, આ વર્ષે યુરોપમાં ઉનાળા દરમિયાન 854 શહેરોમાં હીટવેવથી 50,391 લોકોના મોત થયા. તેમાંથી 32,619 લોકોના મૃત્યુ પાછળ ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે. 2022ની સરખામણીએ મૃત્યુઆંકમાં 71% વધારો નોંધાયો. 80 વર્ષથી વધુ વયના લોકો માટે આ ઉનાળો ઘાતક સાબિત થયો. ઇટાલી, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીમાં સૌથી વધુ અસર જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

યુરોપમાં કાળઝાળ ગરમીથી 50 હજાર લોકોનાં મોત, 854 શહેરોમાં હીટવેવથી લોકો ત્રાહીમામ

Europe Weather news: નેચર હેલ્થ જર્નલના લેટેસ્ટ અહેવાલમાં યુરોપના આ વર્ષના ઉનાળાનું એનાલિસિસ થયું હતું. અહેવાલ પ્રમાણે 2000ના વર્ષથી 2026 સુધીમાં યુરોપના દેશો માટે આ ઉનાળો સૌથી જીવલેણ હતો. 2026માં યુરોપના શહેરો એક્સ્ટ્રીમ હીટવેવનો ભોગ બન્યાં. 2022ના ઉનાળામાં યુરોપમાં 29 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. એ અત્યાર સુધીનો સૌથી જીવલેણ ઉનાળો હતો. આ વર્ષે ગરમીના બધા જૂના રેકોર્ડ તૂટી ગયા હતા. સંશોધકોના તારણ પ્રમાણે મે-જૂન અને જુલાઈનો સમય યુરોપ માટે દુ:સ્વપ્ન બની રહ્યો હતો.

નેચલ હેલ્થના અહેવાલ પ્રમાણે યુરોપમાં 2026ના ઉનાળા દરમિયાન હીટવેવના કારણે 854 શહેરોમાં 50391 લોકોનાં મોત થયા હતા. ચિંતાજનક બાબત એ છે કે તેમાંથી 32619 લોકોનાં મોત પાછળ ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે. યુરોપમાં ક્લાઈમેટ ચેન્જની આટલી ગંભીર અસર અગાઉ ક્યારેય જોવા મળી નથી.

2022માં મૃત્યુઆંક 29480 હતો, તેની સામે આ વર્ષે 71 ટકાનો વધારો નોંધાયો હતો. સંશોધકોના કહેવા પ્રમાણે આ આંકડા માત્ર નાના-મોટાં શહેરોના જ હોવાથી ખરેખર મૃત્યુઆંક વધારે મોટો હોઈ શકે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે કુલ મૃત્યુમાંથી ત્રીજા ભાગનાં મોત 17 જૂનથી 1લી જુલાઈ વચ્ચેના માત્ર બે અઠવાડિયામાં જ નોંધાયાં હતાં. જૂન અને જુલાઈના મહિનાઓમાં તાપમાન સરેરાશથી 5.3 ડિગ્રી ઊંચું ગયું હતું એટલે કેટલાક શહેરોમાં તો તાપમાનનો પારો એવરેજથી 12 ડિગ્રી ઊંચો ગયો હતો. ઈટાલી, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીમાં સૌથી વધારે અસર થઈ હતી. યુરોપ માટે આ સમય સૌથી અસહ્ય બની રહ્યો.

વયોવૃદ્ધો માટે આ વર્ષનો ઉનાળો જીવલેણ બન્યો હતો. મૃતકોમાં 50 ટકાથી વધુ લોકો 85 વર્ષથી વધુ વયના વૃદ્ધો હતા, જ્યારે 20થી 44 વર્ષની વયના 800થી વધારે યુવાનોએ પણ જીવ ગુમાવ્યો છે. ઈમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધકોએ આધુનિક કમ્પ્યુટર મોડેલ દ્વારા સાબિત કર્યું કે ક્લાઈમેટ ચેન્જના કારણે હીટવેવની સ્થિતિ ન આવી હોત તો આટલા લોકોનાં મોત થયા ન હોત. ૨૦૦૦ના દાયકાની સરખામણી કરીને સંશોધકોએ કહ્યું કે 2000ના વર્ષમાં ગ્લોબલ વોમગથી થતાં મૃત્યુનું પ્રમાણ 45 ટકા હતું, જે હવે વધીને 65 ટકાએ પહોંચ્યું છે.

યુરોપ પ્રી-ઈન્ડસ્ટ્રિયલ એરાથી 2.5 ડિગ્રી વધુ ગરમ થઈ ગયું છે અને તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આવી આકરી ગરમી સહન કરવા સક્ષમ નથી. માત્ર કૂલિંગ સિસ્ટમ કે અનુકૂલન સાધવાથી કામ નહીં ચાલે. સમસ્યાના મૂળ સુધી પહોંચીને કોલસો, તેલ અને ગેસનો વપરાશ તાત્કાલિક ઘટાડવો પડશે એવું નિષ્ણાતોએ અહેવાલમાં કહ્યું હતું.