- આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી નીચે માત્ર 6.6 માઇલ જેટલું જ ઊંડે હોવાથી એવી હવા ચાલી રહી છે કે ઇરાને કદાચ ભૂગર્ભમાં એ બોમ્બ પ્રયોગ કર્યો હશે
નવી દિલ્હી : અમેરિકા સાથે યુદ્ધની તૈયારીઓ વચ્ચે ઇરાનની ધરતી જબરજસ્ત ભૂકંપથી ધૂ્રજી ઊઠી હતી. દક્ષિણ ઇરાનમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા ૫.૫ જેટલી આંકવામાં આવી છે. જર્મનીનાં ભૂવિજ્ઞાાન અનુસંધાન કેન્દ્રના જણાવ્યા પ્રમામે ભૂકંપનું કેન્દ્ર તે ૧૦ કી.મી. નીચે એટલે કે ૬.૬ માઇલ નીચે હતું.
અચાનક જ આવેલા આ ભૂકંપને લીધે એવી હવા પણ ચાલી રહી છે કે ઇરાને કદાચ ભૂગર્ભમાં પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું હશે.
આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ જો તેમ થાય તો તે સમગ્ર દુનિયા માટે ચિંતાજનક છે. કારણ કે એક તરફ અમેરિકાએ ઇરાન ઉપર હુમલો કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. બીજી તરફ ઇરાને પણ સામી ધમકી આપી છે કે જો અમેરિકા હુમલો કરશે તો ઇરાન તેના બંને યુદ્ધ જહાજોને દરિયામાં ડૂબાડી દેશે. આ ધમકી વચ્ચે અચાનક ભૂકંપ આવવો તે પરમાણુ પરીક્ષણ તરફ ઇશારો કરે છે.
ભૂકંપ વિજ્ઞાાનીઓના કહેવા પ્રમાણે ભૂકંપ ઘણી જ ઓછી ઊંડાઈએ આવ્યો છે, અને તેનો વિસ્તાર પણ ઘણો છે. ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રમાં લોકો ભયભીત બની ગયા છે. દેશની સરકારે પણ આપાતકાલીન ટીમોને સતર્ક કરવા સાથે રાહત અને આપદા પ્રતિક્રિયા દળોને મેદાનમાં ઉતારી દીધાં છે. આફ્ટર શોક્સની ભીતિને લીધે હાઈ એલર્ટ જારી કરી દેવાયો છે.


