World

40 કરોડના ઇમરજન્સી જથ્થામાંથી 35 કરોડ બેરલ ઓઇલ ખતમ

By GS Team
15 Aug 20263 mins read
TukuTouch Logo
દુબઈમાં વિશ્વ સૌથી મોટી ક્રૂડ ઓઇલ કટોકટીના આરે છે, કારણ કે માર્ચમાં જાહેર થયેલો 40 કરોડ બેરલનો ઇમરજન્સી જથ્થો 35 કરોડ બેરલ જેટલો ખપી ગયો છે. ચીનનો ભંડાર ઘટતા તેણે ખરીદી વધારી છે. જોકે, અમેરિકામાં 1.7 કરોડ બેરલ ક્રૂડનો સ્ટોક એક સપ્તાહમાં વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

40 કરોડના ઇમરજન્સી જથ્થામાંથી 35 કરોડ બેરલ ઓઇલ ખતમ
  • વિશ્વ અત્યાર સુધીની સૌથી મોટી ક્રૂડ ઓઇલ કટોકટીના આરે
  • વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલને લઈ ચિંતા તો અમેરિકામાં સપ્તાહમાં જ પુરવઠો 1.7 કરોડ બેરલ વધ્યો
  • ચીનના ઓઇલ ભંડારમાં ૩.૫ કરોડ બેરલના નોંધપાત્ર ઘટાડા પછી તેણે ઉર્જાબજારમાંથી મોટાપાયે ખરીદી શરૂ કરી

દુબઈ : વિશ્વ અત્યાર સુધીની સૌથી મોટી ક્રૂડ ઓઇલ કટોકટીના આરે આવીને ઊભું છે. માર્ચમાં ક્રૂડ ઓઇલની કિંમતોને કાબૂમાં રાખવા ઉતારાયેલો મોટાભાગનો ઇમરજન્સી જથ્થો ખતમ થઈ ચૂક્યો છે. ચોઇસ ઇન્સ્ટિટયુશનલ ઇક્વિટીઝના રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ માર્ચમાં ૪૦ કરોડ બેરલ ઓઇલનો ઇમરજન્સી જથ્થો જાહેર કર્યો હતો, તેમાથી ૩૫ કરોડ બેરલનો જથ્થો ખપી ચૂક્યો છે.
આનો અર્થ એવો થાય કે બજારની પાસે સપ્લાયમાં કોઈ નવા સંકટનો સામનો કરવા માટે પહેલાની તુલનાએ ઓછા વિકલ્પ બચ્યા છે. રિપોર્ટનું માનવું છે કે જો હાલના સપ્લાયમાં અવરોધ લાંબા સમય સુધી રહ્યો તો ક્રૂડ ઓઇલની કિંમતો પર તેની અસર જોવા મળી શકે છે. અહેવાલ મુજબ બજારમાં ઓઇલનો ભંડાર ઘટવાની વર્તમાન પ્રતિ દિન ૨૪ લાખ બેરલ છે. આ આધારે ચોઇસ ઇન્સ્ટિટયુશનલ ઇક્વિટીઝનો અંદાજ છે કે આઇઇએ તરફથી જારી કરવામાં આવેલા ૪૦ કરોડ બેરલ ઓઇલનો ઇમરજન્સી ફંડમાંથી ૩૫ કરોડ બેરલનો જથ્થો બજારમાં ખપી ચૂક્યો છે. આમ ઇમરજન્સી ઓઇલ ભંડોળના લગભગ ૮૮ ટકા હિસ્સાની ખપત થઈ ચૂકી છે. આમ ખાડી યુદ્ધની આડઅસર પણ આ સ્વરૂપમાં જોવા મળી રહી છે.
રસપ્રદ વાત એ છે કે એક તરફ વૈશ્વિક બજારમાં ઓઇલ ભંડારને લઈને ચિંતા છે તો અમેરિકામાં ક્રૂડ ઓઇલનો સ્ટોક ઝડપથી વધી રહ્યો છે. અહેવાલ મુજબ અમેરિકામાં ક્રૂડ ઓઇલનો ભંડાર એક સપ્તાહમાં લગભગ ૧.૭ કરોડ બેરલ વધ્યો છે. આ જાન્યુઆરી ૨૦૨૩ પછી થયેલો સૌથી મોટો વધારો છે. તેમા એક મોટું કારણ ખાડીમાં થયેલો ઓઇલ સ્ટોકનો વધારો છે. આયાત કેટલાય મહિનાના ઊંચા સ્તરે પહોંચી છે, જ્યારે નિકાસ નબળી રહી છે.તેના કારણે ક્રૂડ ઓઇલ અમેરિકાની અંદર જ રહી ગયું છે, તેની નિકાસ થઈ નથી. બીજી બાજુએ ચીને તેના ઓઇલ ભંડાર ઘટયા પછી ફરીથી ખરીદી વધારી છે. જુલાઈમાં ચીનના શાનડોંગ ક્ષેત્રમાં ઓઇલ ભંડારમાં ૩.૫ કરોડ બેરલનો વિક્રમજનક ઘટાડો નોંધાયો હતો. હવે રિફાઇનરીઓનું મેઇન્ટેનન્સનું કામ પૂરુ થતાં ક્રૂડ ઓઇલની ખપતમાં વધારો થવાની આશા છે. ઓગસ્ટમાં રિફાઇનરીઓની ઓઇલ પ્રોસેસિંગની ક્ષમતામાં છ ટકા વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ક્રૂડ ઓઇલની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક મોટો ફેરફાર સાઉદી અરેબિયા તરફથી જોવા મળી રહ્યો છે. અહેવાલ મુજબ સાઉદી અરેબિયાએ ઇજિપ્તની સુમેદ પાઇપલાઇન દ્વારા નિકાસ વધારીને પ્રતિ દિન લગભગ ૨૩ લાખ બેરલ કરી દીધી છે. જુલાઈમાં આ આંકડો પ્રતિ દિન ૧૦ લાખ બેરલ હતો. આમ એક મહિનામાં સાઉદીએ તેનો પુરવઠો બમણો કર્યો છે. રેડ સીમાં હુથીઓના જોખમથી બચવા સાઉદી અરેબિયા હવે આ રસ્તાનો મોટાપાયા પર ઉપયોગ કરી રહ્યું છે.
ચિંતાનો વિષય ફક્ત ક્રૂડ ઓઇલ જ નથી. વિશ્વમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનું બજાર પણ તંગ થઈ રહ્યુ છે. યુરોપમાં ગેસોઇલથી થતો રિફાઇનિંગ માર્જિન ટોચ પર પહોંચી ગયો છે. આગામી સમયમાં રિફાઇનરીઓમાં મેઇન્ટેનન્સ શરુ થવાનું હોવાથી ડીઝલના પુરવઠામાં ઘટ પડી શકે છે. તેનાથી તેના ભાવ ઊંચા રહેવાનો ભય છે.