World

18 વર્ષના મોહમ્મદે પૂરી તૈયારી કરી હતી : કાશ પટેલ

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં ISISનો મોટો આતંકી હુમલો FBIની સતર્કતાથી ટળ્યો છે. મિનેસોટાના રીચફિલ્ડમાં 18 વર્ષીય શેખાદ્મ અબ્દુલ્લાહી મોહમ્મદે 2 ઓક્ટોબરે ઇઝરાયેલી માલિકીના મોલ પર AK-47 વડે ઓછામાં ઓછા 60 લોકોને મારવાની યોજના બનાવી હતી. FBIના સ્ટિંગ ઓપરેશનમાં તે પકડાઈ ગયો. તેણે અંડરકવર એજન્ટ પાસેથી હથિયારો ખરીદ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

18 વર્ષના મોહમ્મદે પૂરી તૈયારી કરી હતી : કાશ પટેલ
  • અમેરિકામાં ઇસ્લામિક સ્ટેટનો હિંસક હુમલો અટક્યો
  • ૧૮ વર્ષીય શેખાદ્મ અબ્દુલ્લાહી મોહમ્મદે ઇઝરાયેલની માલિકીના મોલ પર ૨જી ઓક્ટો. હુમલો કરવા યોજના ઘડી હતી

રીચફિલ્ડ, (મીનેસોટા) : અમેરિકાનાં મેનેસોટા રાજ્યનાં ફેરફીલ્ડ શહેરમાં યહુદીની માલિકીના એક મોલ માં ઘૂસી એકે-૪૭ થી ઓછામાં ઓછા ૬૦ જેટલા લોકોને મારી નાખવાની યોજના ઘડી હતી. પરંતુ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરીયા (આઈએસઆઈએસ)ના ધર્માંધ આતંકવાદી શેખદમ અબ્દુલ્લાહી મેહમ્મદની તે યોજના ઘડી હતી. પરંતુ એફબીઆઈએ તે યોજના નિષ્ફળ બનાવી હતી.
આ માહિતી આપતાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીંગેશન (એફબીઆઈ)ના ચીફ કાશ પટેલે જણાવ્યું હતું કે, એફબીઆઈ એજન્ટ્સની સતર્કતાને લીધે તે હુમલો નિષ્ફળ બન્યો હતો.
એફબીઆઈએ પૂર્વેથી જ હાથ ધરેલા સ્ટિંગ ઓપરેશન દ્વારા તે હુમલો નિષ્ફળ બનાવાયો હતો. એફબીઆઈના અન્ડરકવર એજન્ટ પાસેથી જ મોહમ્મદે એકે-૪૭ અને તે માટેનાં મેગેઝિન્સ (ગોળી ભરવાનાં ખોખાં) ખરીદ્યાં હતાં. તે રીચ ફિલ્ડમાં આવેલા એક મોલમાં હુમલો કરી ઓછામાં ઓછા ૬૦ લોકોને મારી નાખવા માગતો હતો.
તે ૨૦૧૬માં ફ્લોરિડાની પલ્સ નાઈટ ક્લબ શૂટિંગ અને ૨૦૨૫માં ઓસ્ટ્રેલિયામાં થયેલા બોન્ડી બીચ હુમલા જેવો હુમલો કરવા માગતો હતો.
મિનેસોટાના પેર્ટની ડેનિયલ રોસેને કહ્યું કે અપરાધિક ફરિયાદમાં લખાવ્યા પ્રમાણે મોહમ્મદે આઈએસઆઈએસના નામે નિર્દોષ લોકોની હત્યા કરવા માગતો હતો. તે હેમોંગ આર્ટ સેલિબ્રેશન દરમિયાન બિન મુસ્લિમોની હત્યા કરવા માગતો હતો. તેની ઉપર સંઘીય અપરાધ કરવાનો અને જાણી જોઈને તે નિર્દોષ લોકોની હત્યા કરવા માગતો હતો તેને તેનાં નિવાસસ્થાનેથી પકડી લેવામાં આવ્યો છે અને પોલીસ પૂછપરછ દરમિયાન તેણે આ બધી માહિતી આપી હતી. બુધવારે તેને ફેડરલ કોર્ટમાં રજુ પણ કરાયો હતો.