For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

છે ને પાક્કો મોજિલો! 17 વર્ષનો છોકરો 24 કલાક ટ્રેનમાં રહે છે, રોજ 600 કિ.મી. ફરે છે, ખર્ચો લાખોમાં

તે વ્યવસાયે સોફટવેર ડીકોડર છે : તેમાંથી ભારે કમાણી કરે છે તે સવારે બાલ્ટિક સી પર બ્રેકફાસ્ટ લે છે, સાંજે આલ્પ્સ પરથી સૂર્યાસ્ત જુવે છે

Updated: May 8th, 2024

છે ને પાક્કો મોજિલો! 17 વર્ષનો છોકરો 24 કલાક ટ્રેનમાં રહે છે, રોજ 600 કિ.મી. ફરે છે, ખર્ચો લાખોમાં

Berlin  News| ૧૭ વર્ષનો એક તરૂણ દર વર્ષે ટ્રેનને આશરે ૮.૩ લાખ રૂપિયા જેટલી રકમ દર વર્ષે આપે છે. આ તરૂણનું નામ છે લાસે સ્ટોવી જે ડયુશ-બાન-રેલકારમાં જ રહે છે. જેનું તે દર વર્ષે ૧૦ હજાર ડોલર જેટલું ભાડું ચૂકવે છે. જે ભારતીય ચલણમાં આશરે ૮.૩ લાખ રૂપિયા જેટલું થાય છે. તે જર્મની અને યુરોપનાં અન્ય શહેરોમાં મળીને રોજ ૬૦૦ કીમીની સફર કરે છે.

આ માહિતી આપતાં ન્યૂયોર્ક પોસ્ટ જણાવે છે કે, તે ડાઇનિંગકારમાં જ નાસ્તો કરી લે છે. જમે છે પણ તેમાં સિંકમાં કપડાં ધોઈ નાખે છે અને કોઈપણ કોમ્યુનિટી સેન્ટર કે પબ્લિક સ્વીમીંગ પુલમાં શાવર લઈ લે છે.

આ તરૂણ વ્યવસાયે સોફટવેર ડીકોડર છે. તેમાંથી કમાણી કરે છે. તેણે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું, 'ટ્રેનમાં દિવસો વીતાવવા તે આઝાદી છે. તમે જ્યાં ઈચ્છો ત્યાં જઈ શકો. તે યુવાન સવારે બાલ્ટિક સીના તટે બ્રેકફાસ્ટ લે તો સાંજે આલ્પ્સ પર્વત ઉપરથી સૂર્યાસ્તનો બહુરંગી માહોલ પણ માણે છે.'

તે તેનો સમય મોટાભાગે લેપટોપ પર જ વીતાવે છે. તે મોટે ભાગે ટ્રેનમાં જ રહે છે. કોઈવાર કોઈ સ્ટેશન ઉપર ઉતરી કોઈ બૂક સ્ટોલ કે સ્નેક બારમાં જાય છે. કોઈ વખત પેસેન્જરો સાથે પણ જોવા મળે છે. નીરાંતે ઉંઘવા માટે તે નોઇસ કેન્સલેશન વાળું હેડફોન લગાવી દે છે. ટ્રાવેલ બ્લેન્કેટ અને હેડ પીલો તો પેસેન્જર્સને મળે જ તે લઈ તે ઉંઘી જાય છે. તેના એક વ્યાપારી સાથીએ કહ્યું કે, આ પ્રકારની જિંદગીમાં 'પ્રાઈવસી' જેવું તો હોઈ જ ન શકે.

તેણે ૧૬ વર્ષની વયે જ ઘર છોડી દીધું હતું. તેણે માતા-પિતાને સમજાવી દીધાં છે, તે ૪ ટી શર્ટ અને બે પેન્ટ તથા જરૂરી અન્ડર-ગાર્મેન્ટ, ટોવેલ્સ અને નેપકીન્સ તથા હેન્ડ કર્ચીફસ સાથે મોજથી જિંદગી જીવે છે, કમાણી પણ કરે છે.

Gujarat