VIDEO: ઈન્ડોનેશિયામાં ખીચોખીચ ભરેલી બસ પલટી, મહિલા-બાળકો સહિત 12ના મોત, 23ને ઈજા
Indonesia Bus Accident : ઈન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં બસનો ભયાનક અકસ્માત થયો છે, જેમાં 12 મુસાફરોના મોત અને 23 લોકોને ઈજા તઈ છે. મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આ અક્સમાત સર્જાયો હોવાનું કહેવાય છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
મૃતકોમાં મહિલાઓ અને બાળકો
દર્દનાક અકસ્માતમાં કેટલાક મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે કેટલાકનું હોસ્પિટલ લઈ જઈ વખતે મોત થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ મૃતકોમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકો સામેલ છે.
Upaya evakuasi korban kecelakaan bus ALS di Padang Panjang, Sumatera Barat. Dilaporkan 12 orang meninggal, 23 luka-luka. pic.twitter.com/vmlbkFUZXX
— Akuratco (@akuratco) May 6, 2025
આ પણ વાંચો : આતંકવાદ વિરુદ્ધ લડતમાં ટ્રમ્પ સરકાર ભારતની સાથે, અમેરિકાનું ફરી મોટું નિવેદન
મૃત્યુઆંક વધવાની આશંકા
બસ અકસ્માતમાં 23 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ પીડિતોને શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ કેટલાક મુસાફરોની સ્થિતિ ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પૂરઝડપે દોડતી બસની બ્રેક ફેલ થતા બની ઘટના
પ્રાથમિક અહેવાલો મુજબ, મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ પૂરઝડપે દોડી રહી હતી. આ દરમિયાન બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે. એક વળાંકમાં બસની બ્રેક ન વાગતા અનિયંત્રિત થઈને પલટી ગઈ હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અકસ્માત કયા કારણોસર થયો, તેની તપાસ કરી રહી છે.