Inside Story

યુપીમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેવા વિપક્ષની ચાલ

By GS Team
23 Sep 20263 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશમાં ભાજપને ટક્કર આપવા સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ PM બનવાની લ્હાયમાં છે. આ માટે તેમણે કાર્યકરોને બ્લૂ જર્સી આપી માયાવતીને પડકાર્યા છે. જોકે, યાદવો અને મુસ્લિમોના વોટ માયાવતી પાસે છે. અખિલેશની આ રણનીતિ કોંગ્રેસ સાથેના સંબંધો બગાડી શકે છે, કારણ કે કોંગ્રેસ રાહુલ ગાંધી સિવાય કોઈને PM પદના ઉમેદવાર માનતી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપીમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેવા વિપક્ષની ચાલ
  • કોંગ્રેસ બહુ સાવચેતીથી આગળ વધી રહી છે
  • ઇનસાઇડ સ્ટોરી
  • વિપક્ષી પીએમ બનવાની લ્હાય અખિલેશને મોંધી પડશે: કોંગ્રસ સાથે સંબંધો બગડી શકે છે

જે રીતે સમાજવાદી પક્ષના અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશ જીતવા માટે અત્યારથીજ તૈયારીઓ કરી છે તે જોતાં એમ લાગે છેકે ઉત્તરપ્રદેશની ભાજપ સરકારને તે પડકારી રહ્યા છે. પોતાના કાર્યકરોને બ્લ્યૂ કલરની જર્સી આપીને તેમણે બહુજન સમાજવાદી પક્ષના માયાવતીના અસ્તિત્વને પડકાર ફેંક્યો છે. ઉત્તરપ્રદેશના જંગમાં જ્યારથી માયાવતીએ તન મન ધનથી ઝૂકાવવાનું નક્કી કર્યું છે ત્યારથી અખિલેશ વધુ સજાગ બન્યા છે. અખિલેશ જે યાદવોના અને મુસ્લિમોના વોટ પર કૂદે છે તે વોટ હકીકતો તો માયાવતી પાસે છે. આ લોકોને વોટ પર તો માયાવતી મુખ્યપ્રધાન બન્યા હતા. અખિલેશ જેટલાજ અગ્રેસિવ માયાવતી છે. માયાવતીએ તેમના ભત્રીજા આનંદને પક્ષમાંથી દુર કરીને પક્ષના અન્ય નેતાઓને ખુશ કરી દીધા છે. કેમકે દરેકે પહેલાં આનંદને મળવું પડતું હતું અને પછી માયાવતીને મળી શકાતું હતું.
ઉત્તરપ્રદેશનો વિજય એ લોકસભાના વિજય સાથે સંકળાયેલો છે. લોકસભામાં સૌથી વધુ ૮૦ બેઠકો વાળું રાજ્ય ઉત્તર પ્રદેશ દરેક પક્ષની પસંદ છે. ભાજપે વિવિધ કાર્યક્રમો મારફતે ઉત્તરપ્રદેશના લોકોના માનસ પર કબજો જમાવેલો છે. ભાજપે દરેક મતદારને સાચવવા પ્રયાસ કર્યો છે. કેટલાક લોકોએ એડવાન્સમાં ચૂંટણી સર્વે કરીને એવું દર્શાવવા પ્રયાસ કર્યો છે કે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષનું શાસન આવશે. ચૂંટણી જાહેર થતા પહેલાં આવા સર્વે દર્શાવે છેકે જે લોકો ઉત્તરપ્રદેશમાં સત્તા પર નથી તે પોતાના સપનામાં રાચ્યા કરે છે.
આવા સર્વેનું માર્કેટિંગ કરીને સત્તા પર આવતા મથતા પક્ષો પોતાના કાર્યકરોને પાનો ચઢાવતા હોય છે અને મોટિવેટ કરતા હોય છે. સમાજવાદી પક્ષની સરકાર દેશમાં કોઇ રાજ્યમાં નથી પરંતુ તેના ૩૭ સાંસદો સંસદ જગવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં યાદવો અને મુસ્લિમોનું જોર વધુ છે. સમાજવાદી પક્ષે એક તરફ કોંગ્રેસ સાથે ચૂંટણી જોડાણ કરવાનું છે તો બીજી તરફ આમઆદમી પાર્ટી સાથે પણ તેનું ઇલુ..ઇલુ.. ચાલે છે. સમાજવાદી પક્ષ માટે ઉત્તર પ્રદેશનો જંગ આસાન નથી કેમકે બહુજન સમાજવાદી યાદવોના વોટ તોડશે તેમજ ભાજપે યાદવો સાથે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન સારા સંબંધો રાખ્યા પણ છે અને તેને મજબૂત બનાવ્યા છે.
કહે છેકે અસઉદ્દીન ઓવૈસી પણ તેમના પક્ષને મેદાનમાં ઉતારવા માંગે છે. કોઇ એક બૂરખો પહેરેલી મહિલા એક દિવસ ભારતની વડાપ્રધાન બનશે એવા સપનામાં રાચતા ઓવૈસીને ઉત્તરપ્રદેશ જીતવું નથી પણ તે પોતાનું સંગઠન મજબૂત બનાવવા માંગે છે. ઉત્તરપ્રદેશમાં વિપક્ષો એક થઇને સત્તાધારી પક્ષ ભાજપ સમે લડે તોજ તે ભાજપને હંફાવી શકે છે. ભાજપની વ્યૂહરચના ઢગલો પ્રચારકો અને સંતોને મેદાનમાં ઉતારવાની છે.
સમાજવાદી પક્ષના કાર્યકરો પણ પોતાના નેતા અખિલેશને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા મથી રહ્યા છે. તમિળનાડુમાં વિજય ફોર પીએમના પોસ્ટર લાગ્યા હતા એમ ઉત્તરપ્રદેશમાં પણ અખિલેશ ફોર પીએમના પોસ્ટર લાગ્યા છે. વિપક્ષના પીએમ પદના ઉમેદવાર બનવાના ચસ્કાના કારણે તમિળનાડુમાં કોંગેસના ટેકે ચાલતી વિજય જોસેફની સરકાર ગમે ત્યારે જોખમમાં મુકાઇ શકે છે એમ ઉત્તરપ્રદેશમાં અખિલેશની કોંગ્રેસ સાથેની દોસ્તી જોખમમાં મુકાઇ શકે છે.
કોંગ્રેસ બહુ સાવચેતી ભરી રમત રમે છે. વિપક્ષના પીએમ પદના ઉમેદવાર માત્ર રાહુલ ગાંધી હોઇ શકે તે સિવાય બીજું કોઇ ના હોય તેનું કોંગી નેતાઓ ધ્યાન રાખે છે.