ઇડીની તપાસ સામે દેખાવો સહાનૂભૂતિ માટેનો પ્રયાસ


- અન્ય કોંગી નેતાઓ સામે પણ તપાસ થઇ છે

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- લોકોને ખ્યાલ આવી ગયો કે ગાંધી કુટુંબ એ જ પક્ષ છે અને પક્ષ એ જ ગાંધી કુટુંબ છે 

એ બાબત પર સૌનું ઘ્યાન જવું જોઇએ કે ગાંઘી પરિવાર સાથે સંકળાયેલા વફાદારોની સંખ્યા બહુ મોટી છે. જ્યારે પણ તેમના સુપ્રીમ નેતા મુશ્કેલીમાં મુકાય કે તરતજ આ લોકો તેમના બચાવમાં આવી જાય છે. જ્યારે એન્ફેાર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાહુલ ગાંધીને પૂછપરછ માટે  બોલાવ્યા ત્યારે કોંગીજનો સત્યાગ્રહ માટે ઉતરી પડયા હતા. 

તાજેતરની ચૂંટણીઓમાં કોંગ્રેસના ધબડકા બાદ યોજાયેલી ચિંતન શિબિરમાં પણ લોકોની સમસ્યાને અગ્રિમતા આપવા ચર્ચા થઇ હતી. પરંતુ રાહુલ ગાંધીને જ્યારે ઇડીએ બોલાવ્યા ત્યારે પક્ષની સિનીયર નેતાઓ પણ ઇડી ઓફિસની બહાર પોલીસ સાથે સંઘર્ષ કરતા હતા. આ નેતાઓેે પ્રતિબંધના ઓર્ડરનો પણ ભંગ કર્યો હતો અને પોતે રાહુલ ગાંધી સાથે જોડાયેલા છે એમ પણ બતાવ્યું હતું. ટૂકમાં ગાંધી કુટુંબ એજ પક્ષ છે અને પક્ષ એજ ગાંધીકુટુંબ છે એમ જણાવી દીધું હતું. 

એ પણ સ્પષ્ટ છે કે ગૃપ-૨૩ની બળવા પછી પણ ગાંધી પરિવાર પ્રત્યોને પ્રેમ ઓછો થયો હોય એમ લાગતું નથી. સિનીયર નેતાઓ પણ  પણ કોઇને સમજાવી શક્યા નહોતા કે શાંતિથી દેખાવો કરવા જોઇએ. ઇડીનો વિરોધ કરવાથી પ્રજામાં સહાનૂભૂતી મેળવી શકાશે એવી ખોટી સલાહ કોઇએ રાહુલ ગાંધીને આપી હતી. એટલેજ વિવિધ રાજ્યોમાં દેખાવો કરાયા હતા. 

આમ જોવા જઇએ તો , ઇડીના રડારમાં અનેક કોંગી નેતાઓ આવી ગયા છે. તાજેતરમાં પી. ચિદમ્બરમ, તેમનો પુત્ર કાર્તિક સામે પણ તપાસ ચાલે છે. ક્ેટલોક સમય આ લોકો જેલમાં જઇ આવ્યા છે. અન્ય કેટલાક નેતાઓ પણ મોદી સરકારના આંઠ વર્ષના શાસનમાં તપાસ એજંસીઓના સપાટે ચઢી ગયા છે. પરંતુ આ લોકો સામે તપાસ થઇ ત્યારે ક્યારય ગાંધી પરિવારના લોકો  શેરીમાં આવી જઇને વિરોધ નથી નોંઘાવ્યો કે પોલીસ સાથે ઉંદર બિલાડી જેવા કોઇ રમત પણ નથી રમી. ત્યારે કોઇ એમ નહોતું કહેતું કે મોદી સરકાર તેમને ટાર્ગેટ બનાવી રહી છે. 

પરંતુ જેવા રાહુલ ગાંધીને ઇડીની કચેરી પર તપાસ માટે બોલાવાયા કે તરતજ વિરોઘ દર્શાવવા લોકો મેદાનમાં આવી ગયા હતા. હકીકત એ છે કે જ્યારે અન્ય કોંગી નેતાઓ સામે તપાસ થઇ ત્યારે કોઇ ઉહાપોહ ના કરાયો અને જ્યારે ગાંધી પરિવારના પ્રિન્સને પૂછપરછ માટે બોલાવાયા ત્યારે દરેકને દેખાવો કરવાની સૂચના અપાઇ હતી. રાજ્ય સ્તરે કાર્યકરોએ દેખાવો યોજ્યા હતા. એમ લાગતું હતું કે ગાંધી પરિવાર પોતાની જાતને પક્ષથી ઉપર માનવા લાગ્યા હતા.

રાહુલ ગાંધી પોતાની પરના આક્ષેપો મોતીલાલ વ્હોરા પર ઢોળવા માંગતા હતા પરંતુ મોતીલીલના પુત્રએ સમય સૂચકતા વાપરીને આક્ષેપોને રદીયો આપ્યો હતો. રસપ્રદ વાતતો એ છે કે મોતીલાલ વ્હોરાની જગ્યાએ આવેલા ટ્રેઝરર ભૂતપૂર્વ રેલ્વે પ્રધા પવન બંસલ પણ આ કેસમાં વિટનેસ છે. તેમના ભત્રીજાએ રેલ્વે બોર્ડમાં નોકરી માટે પૈસા લઇને નિમણૂકો કરી હોવાના આક્ષેપો હતા. બંસલના સત્તાવાર નિવાસસ્થાન પરથી કૌભાંડ ઓપરેટ થતું હોવાનું બહાર આવ્યું હતું.

કોંગ્રેસના દેખાવો તરફ પાછા ફરીયે તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેના કેસની તપાસ ના ચાલવા દેવી અને તપાસ સમયે દેખાવો કરવા એ પ્રજાની અદાલતમાં તેમનેા કેસ નબળો પાડી રહ્યા છે. છેલ્લા આંઠ વર્ષ પર નજર કરીયે તો સરકાર સામે રહાુલ ગાંધીએ ટ્વિટ દ્વારા વિરોધ કરવા સિવાય બીજું કશું નથી કર્યું. પ્રજાની મહત્વની સમસ્યા બાબતે તેમણે કંઇ કર્યું નથી. વારંવાર તે વિદેશ પ્રવાસે ઉપડી જતા હતા. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું છે કે છેલ્લા ચાર વર્ષથી તે રાહુલ ગાંઘીને મળી શક્યા નથી.

City News

Sports

RECENT NEWS