For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Silent Heart Attack: જાણો શું છે સાયલન્ટ હાર્ટ અટેક, કોઈ પણ પ્રકારના સંકેતો કે દુખાવા વગર...

Updated: Mar 16th, 2023

Silent Heart Attack: જાણો શું છે સાયલન્ટ હાર્ટ અટેક, કોઈ પણ પ્રકારના સંકેતો કે દુખાવા વગર...

અમદાવાદ, તા. 16 માર્ચ 2023, ગુરૂવાર

હાલના દિવસોમાં સામાન્ય લોકો હોય કે સેલીબ્રિટીઓ... અનેક લોકોની અચાનક મૃત્યુ પામ્યા છે. કારણમાં જાણવા મળ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. ચિંતાની વાત એ છે કે આવા લોકો જેમને થોડા સમય પહેલા સુધી હાર્ટ એટેકના કોઈ લક્ષણો નહોતા તેઓ પણ તેનો શિકાર બન્યા છે. નાની ઉંમરના લોકો પણ આ રોગની લપેટમાં આવી રહ્યા છે. જેને સાયલન્ટ હાર્ટ એટેક કહેવામાં આવી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ દિવસોમાં હાર્ટ એટેકના મોટાભાગના કેસ સાયલન્ટ હાર્ટ એટેકના છે. હૃદયરોગ વગર પણ સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. તો ચાલો જાણીએ આખરે શું છે આ સાયલન્ટ હાર્ટ એટેક.

સાયલન્ટ હાર્ટ એટેક શું છે

સાયલન્ટ હાર્ટ એટેકને મેડિકલની ભાષામાં સાયલન્ટ મ્યોકાર્ડિયલ ઈન્ફાર્ક્શન (silent myocardial infarction) કહેવામાં આવે છે. આમાં, હૃદયરોગના હુમલાની જેમ છાતીમાં દુખાવો થતો નથી અને એટેકની ખબર જ નથી પડતી. જોકે કેટલાક લક્ષણો ચોક્કસપણે અનુભવાય છે.

સાયલન્ટ હાર્ટ એટેકમાં શા માટે નથી થતો દુખાવો

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઘણી વખત મગજ સુધી દુખાવાની લાગણી પહોંચાડનારી ચેતા અથવા કરોડરજ્જુમાં સમસ્યા હોય છે અથવા કોઈ માનસિક કારણોસર વ્યક્તિ પીડાને ઓળખવામાં સક્ષમ નથી હોતો. વૃદ્ધાવસ્થા અથવા ડાયાબિટીસના દર્દીઓમાં ઓટોનોમિક ન્યુરોપથીના કારણે દુખાવાની ખબર નથી પડતી.

સાયલન્ટ હાર્ટ એટેકના 5 સંકેત

1. ગૈસ્ટિક પ્રોબ્લમ અથવા પેટમાં સમસ્યા

2. કોઈપણ કારણ વગરની વિકનેસ અને આળસ

3. થોડુ કામ કર્યા બાદ થાકી જવું

4. અચાનક ઠંડો ઠંડો પરસેવો થવો

5. અચાનક વારંવાર શ્વાસ લેવામાં તકલીફ

સાયલન્ટ હાર્ટ એટેકના કારણો

- વધુ તેલયુક્ત, ચરબીયુક્ત અને પ્રોસેસ્ડ ફૂડ ખાવું

- શારીરિક પ્રવૃત્તિનો અભાવ

- દારૂ-સિગરેટનું વ્યસન

- ડાયાબિટીસ અને મેદસ્વીતા

- સ્ટ્રેસ અને ટેન્શન લેવાના કારણે

સાયલન્ટ હાર્ટ એટેકથી તમારી જાતને કેવી રીતે બચાવવી

1. ખોરાકમાં સલાડ અને શાકભાજી વધુ લો

2. દરરોજ વ્યાયામ, યોગ કરવા અને ચાલવું.

3. સિગરેટ-દારૂ ટાળો

4. ખુશ રહો અને સારો મૂડ રાખો.

5. તણાવ અને ટેન્શન ટાળવાનો પ્રયાસ કરો

6. નિયમિત ચેકઅપ કરાવો

Gujarat