Get The App

સર્વાઈકલ કેન્સર સામેનું યુદ્ધ હવે સરળ બનશે, સીરમ ઈન્સ્ટિટ્યૂટ આવતીકાલે સ્વદેશી વેક્સિન લોન્ચ કરશે

Updated: Aug 31st, 2022

GS TEAM

Google News
Google News
સર્વાઈકલ કેન્સર સામેનું યુદ્ધ હવે સરળ બનશે, સીરમ ઈન્સ્ટિટ્યૂટ આવતીકાલે સ્વદેશી વેક્સિન લોન્ચ કરશે 1 - image


- ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ તાજેતરમાં સર્વાઈકલ કેન્સર સામે રસી બનાવવા માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને પરવાનગી આપી હતી

નવી દિલ્હી, તા. 31 ઓગષ્ટ 2022, બુધવાર

દેશભરમાં સર્વાઈકલ કેન્સર સામેની લડાઈ હવે સરળ બનશે. સર્વાઈકલ કેન્સર સામેની લડાઈ માટે ભારતને સ્વદેશી રસી મેળવવા જઈ રહ્યી છે. આ વેક્સિન(સર્વાઈકલ કેન્સર વેક્સિન) સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા બનાવવામાં આવી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા અને બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે સ્વદેશી રસી લોન્ચ કરવામાં આવશે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ તાજેતરમાં સર્વાઈકલ કેન્સર સામે રસી બનાવવા માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને પરવાનગી આપી હતી.


- સીરમ ઈન્સ્ટીટ્યુટ આવતીકાલે રસી લોન્ચ કરશે

અહેવાલો અનુસાર, સ્વદેશી રીતે વિકસિત દેશની પ્રથમ ચતુર્ભુજ ક્વાડ્રીવેલેન્ટ પેપિલોમાવાયરસ વેક્સિન (qHPV) ગુરૂવારે લોન્ચ કરવામાં આવશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને બાયોટેકનોલોજીએ ડિપાર્ટમેન્ટને 1લી સપ્ટેમ્બરના રોજ સર્વાઈકલ કેન્સરની સારવાર માટે સ્વદેશી રીતે વિકસિત રસી લોન્ચ કરવાની યોજના બનાવી છે. 

નોંધપાત્ર છે કે, સીરમ સંસ્થાની qHPV રસીને 12 જુલાઈના રોજ DCGI તરફથી માર્કેટ માટે અધિકૃતતા મળી છે. અત્યારે ભારત વિદેશમાંથી વેક્સિન લે છે અને તેની કિંમત વધારે છે.

- નવી વેક્સિનની કિંમત શું હશે ?

હાલમાં ભારતમાં વૈશ્વિક સ્તરે લાઈસન્સ પ્રાપ્ત 2 વેક્સિન ઉપલબ્ધ છે. પહેલી ક્વાડ્રિવેલેન્ટ વેક્સિન(quadrivalent vaccine) અને બાયવેલેન્ટ વેક્સિન છે. ક્વાડ્રિવેલેન્ટ વેક્સિન વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ રૂ. 2,800 અને બાયવેલેન્ટ વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ 3,299 રૂપિયા છે. નવી વેક્સિનની હેપેટાઈટિસ B વેક્સિન જેવી જ VLPs (Virus-like particles) પર આધારિત છે. તે HVP વાયરસના L1 પ્રોટીન સામે એન્ટિબોડીઝ પેદા કરીને રક્ષણ પૂરું પાડે છે. 

વધુ વાંચો : મહિલાઓના સર્વાઈકલ કેન્સરની સારવાર માટે આવી ગઈ સસ્તી અને સુલભ વેક્સિન, જાણો વધુ

Tags :